Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

વાંકલ પ્રા. શાળાના શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો

વાંકલ પ્રા. શાળાના શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃદોણી ફળિયા વાંકલ પ્રાથમિક શાળા, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ ખાતે શોભનાબેન આર. રાવતનો વિદાય સન્માન સમારંભ ભાવભીના વાતાવરણમાં યોજાયો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ પરમાર દ્વારા ખૂબ જ સરસ વક્તવ્ય અને શાયરી દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારતના ભાવિ નાગરિકો અને સંસ્કૃતિનું સંવર્ધન કરનારા બાલદેવો ને જેમણે ૩૮ વર્ષ  ૧મહિનો અને ૧૮ દિવસ જ્ઞાનદીપ પ્રજવલિત કર્યો ઍવા શોભનાબેન આર રાવત નો વિદાય સમારંભ ખુબ જ સરસ રીતે આયોજન કર્યો હતો. શાળાના શિક્ષણકાર્યમાં પોતાના અમૂલ્ય યોગદાન દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, સહકર્મીઓ અને ગ્રામજનોના હૃદયમાં વિશેષ સ્થાન પ્રા કરનાર શોભનાબેન આર. રાવતના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકમિત્રો અને ગ્રામજનોઍ શોભનાબેન સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમના કાર્યકાળ દરમિયાન આપેલા સહકાર, માર્ગદર્શન, પ્રેમ અને સમર્પણની ભાવપૂર્વક પ્રશંસા કરવામાં આવી હતી.  આ પ્રસંગે શોભનાબેનનું પુષ્પગુચ્છ, શાલ અને સન્માનભેટથી અભિવાદન કરવામાં આવ્યું હતું. સહકર્મી શિક્ષકો અને ઉપસ્થિત સૌઍ તેમના સુખમય, સ્વસ્થ અને આનંદમય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.