Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

લીલાપુર સર્કલ સ્થિત BPCL પંપ આસપાસ સફાઈ હાથ ધરી

લીલાપુર સર્કલ સ્થિત  BPCL પંપ આસપાસ સફાઈ હાથ ધરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ  ‘સ્વચ્છ વલસાડ, સુંદર વલસાડ’ સંકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી વિભાગોને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપી જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાની કામગીરીપૂરજોશમાં ચાલી રહી છે.
આ મહાઅભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગની ટીમે સક્રિય ભાગીદારી નોંધાવી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓઍ વલસાડના લીલાપુર સર્કલ નજીક આવેલા ગ્ભ્ઘ્ન્ પેટ્રોલ પંપ તથા તેની આસપાસના પરિસરમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોઍ જાતે શ્રમદાન કરી રસ્તાની આજુબાજુનો કચરો, પ્લાસ્ટિક વેસ્ટ અને સૂકા કચરાનો નિકાલ કર્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય અને જાહેર સ્થળો ચોખ્ખા રહે તે માટે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વેપારીઓને પણ પોતાના આસપાસના વિસ્તારમાં ગંદકી ન ફેલાવવા તથા કચરો નિયત સ્થળે જ નાખી ‘સ્વચ્છ વલસાડ’ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.