Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

વલસાડમાં સહકારી ક્ષેત્રની ૩ સંસ્થાઓમાં નવા હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

વલસાડમાં સહકારી ક્ષેત્રની ૩ સંસ્થાઓમાં નવા હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડની ત્રણ મહત્વની સહકારી સંસ્થાઓના નવા હોદ્દેદારોની ચૂંટણી ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ ગઈ હતી. ચૂંટણી અધિકારી પ્રાંત વિમલ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ પ્રક્રિયામાં તમામ સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. વલસાડ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ પદે જયંતિ ઉકાભાઇ પટેલ, ઉપપ્રમુખ પદે કિશોર ઠાકોરભાઇ પટેલ તથા મંત્રી પદે નટુભાઇ મણિભાઇ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા સહકારી સંઘમાં પ્રમુખ પદે પંકજકુમાર જયંતિલાલ પટેલ, ઉપપ્રમુખ પદે કિરણ મગનભાઇ પટેલ અને મંત્રી તરીકે મુકેશભાઇ વ્રજલાલ પાનવાલા બિનહરીફ ચૂંટાયા હતા.વલસાડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ પદે પંકજકુમાર જયંતિલાલ પટેલ અને ઉપપ્રમુખ પદે નૈલેશ શાનાભાઇ પટેલ બિનહરીફ જાહેર થયા હતા.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવનિયુક્ત તમામ હોદ્દેદારોનું ઉપસ્થિત સહકારી અગ્રણીઓ અને ખેડૂત મિત્રો દ્વારા પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્ના હતા અને સમગ્ર વાતાવરણમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.