Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

નાનાપોંઢા કોંગ્રેસમાં ૪ આગેવાનોને કારણદર્શક નોટીસ ફટકારી

નાનાપોંઢા કોંગ્રેસમાં ૪ આગેવાનોને કારણદર્શક નોટીસ ફટકારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૦૧ ઃ નાનાપોંઢા તાલુકા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ પટેલે ચાર જેટલા આગેવાનોને કારણદર્શક નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. પ્રમુખ પદ અને સંગઠનના આંતરિક પ્રશ્નોને લઈને ઊભા થયેલા મતભેદોના પગલે પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકરોમાં મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્નાં છે. આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસમાં જૂથબંધીની ચર્ચાઍ સંગઠનની ઍકતા સામે સવાલો ઊભા કર્યા છે. તાલુકા સ્તરે બે જૂથો સક્રિય હોવાની ચર્ચા વચ્ચે સંગઠનના કાર્યકરોમાં પણ અનિડ્ઢિતતા જોવા મળી રહી છે. બીજી તરફ, સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોની ભૂમિકા અંગે પણ સ્થાનિક રાજકીય વર્તુળોમાં સવાલો ઉઠી રહ્ના છે. જોકે, જિલ્લા સંગઠન તરફથી આ વિવાદ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે કે નહીં, તે અંગે પુષ્ટિ જરૂરી છે.  

નાનાપોંઢા તાલુકામાં કોંગ્રેસની જૂથબંધીથી ભાજપ અને આમ આદમી પાર્ટીને રાજકીય લાભ મળવાની શક્યતા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. હવે પક્ષનું જિલ્લા નેતૃત્વ આ વિવાદમાં કેવો હસ્તક્ષેપ કરે છે અને કાર્યકરોને ઍકજૂથ કરવામાં કેટલું સફળ રહે છે, તેના પર સૌની નજર છે.