કાકડકોપરમાં પીઍમ-કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થઈ
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ)
કપરાડા, તા. ૦૧ ઃ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસથાને કાકડકોપર ગામે પીઍમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને સરકારી તંત્રના અધિકારીઓઍ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને નિહાળ્યો હતો. ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈઍ પીઍમ-કિસાન યોજનાના હેતુ, ખેડૂતોને મળતી આર્થિક સહાય અને કૃષિ વિકાસ અંગેની માહિતી આપી હતી. આ કાર્યક્રમથી ખેડૂતોને કેન્દ્ર સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ વિશે જાણકારી મળી હતી.
