નાનીવહીયાળની ‘ક્યારો ધ સ્માર્ટ લાઇબ્રેરી’ને પુસ્તકોની ભેટ
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૧ ઃ બાળપણથી જ વાંચનની રુચિ વધે, સાહિત્યના વાંચન દ્વારા વ્યક્તિત્વનો વિકાસ થાય ઍવા હેતુથી પુસ્તક પરબ, વલસાડ દ્વારા નાનીવહીયાળ ગામની ‘ક્યારો ધ સ્માર્ટ લાઇબ્રેરી’ને ૪૧૧ પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન પુસ્તક પરબના ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ, દીપકભાઈ મર્ચન્ટ, ટીના પટેલ, સુનીતા ઢીમર, હાર્મિન પટેલ તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલ, રેઇનબો વોરિયર્સ ગ્રુપના સભ્ય જુગલભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા રાહુલભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં. પુસ્તક પરબના ચેરપર્સન ડૉ. આશા ગોહિલે પુસ્તક પરબની પ્રવૃત્તિઓનો પરિચય આપતાં વાંચનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનાં પુસ્તકોની સાથે સાહિત્યનું વાંચન પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું. ઞ્ભ્લ્ઘ્ પાસ કરનાર રાહુલભાઈ પટેલે પોતાના અભ્યાસના અનુભવો રજૂ કર્યા હતા. ઍ રીતે દીપકભાઈ મર્ચન્ટે, હાર્દિક પટેલે, ટીના પટેલે પણ પોતાના વિચારો અને અનુભવો વ્યકત કર્યા હતાં.
ગામના પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલ, રાહુલભાઈ, જુગલભાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોઍ પુસ્તક પરબ, વલસાડ દ્વારા કરવામાં આવતી વાંચન પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
