બાબરખડકમાં અોવરલોડ ડેમ્પોરથી રાહદારીઓની સુરક્ષા જોખમમાં
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૧ ઃ નાનાપોંઢા તાલુકાના બાબરખડક ગામના ગ્રામ્ય માર્ગો પર ક્વોરીના ઓવરલોડ ડમ્પર ટ્રકો બેફામ રીતે દોડી રહ્ના હોવાની ફરિયાદો ઉઠી છે.
ક્વોરી ખાણમાંથી મોટા પથ્થરો ભરીને નીકળતા ડમ્પર ચાલકો પૂરઝડપે વાહનો હંકારતા હોવાથી રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે.
ડમ્પરોની અવરજવર દરમિયાન ઊડતી ધૂળની ડમરીઓના કારણે સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. ઓવરલોડ પથ્થરો ભરીને બેફામ ઝડપે દોડતા ડમ્પરનો ઍક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી રાહે પેટ્રોલિંગ કરી ઓવરલોડ વાહનો તથા નિયમોનો ભંગ કરતા ચાલકો સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
