કપરાડા-નાનાપોંઢામાં શિયાળુ પાક નું વાવેતર ઘટવાની શક્યતા
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૦૧ ઃ વલસાડ જિલ્લાના કપરાડા - નાનાપોંઢા તાલુકાના મોટાભાગના ખેડૂતો ચોમાસામાં દરમિયાન ડાંગરનું વાવેતર કરે છે. ચાલુ વર્ષમાં ચોમાસાઍ વધુ વહેલી વિદાય લેતા ખેડૂતોનાં ડાંગરનો પાક માંડ માંડ પાક્યો હતો. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોઍ પાણી મૂકી પાકને બચાવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે અસંખ્ય ખેડૂતો માત્ર વરસાદી પાણી પર જ આધારિત હોય તેઓનો પાક પાણીના અભાવે નાશ પામ્યો હોવાની વિગત મળવા પામી છે. ત્યારે ખેડૂતો માટે ચિંતા વધારનારી બાબત ઍ છે કે, દરવર્ષે ખેડૂતો ડાંગરના પાકની કાપણી બાદ જમીનમાં ભેજનું પ્રમાણ હોવાથી તરત જ ખેડ કરી તુવેર, ચણા, વાલ, ઉપરાંત અન્ય કઠોળ વર્ગના શિયાળુ પાકનું પુષ્કળ વાવેતર કરવામાં આવતું હતું. ચાલુ વર્ષનું ચોમાસું વહેલું વિદાય લેતા જમીન સૂકી થઈ જતાં ભેજનું પ્રમાણ રહ્નાં નથી છે. જેથી ખેડ કરવા યોગ્ય રહી નથી હોવાનું જાણવા મળી છે. જમીનમાં ભેજના અભાવે તુવેર, ચણા જેવા પાકો ઊગી શકતા નથી જેને લઈ કપરાડા - નાનાપોંઢા તાલુકામાં શિયાળું પાકનું વાવેતર ઘટવાની શક્યતા વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉલ્લેખનીય છે. ગુજરાત રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં વરસાદ ખૂબ ઓછો હોવાને લઈ દુષ્કાળ જેવી સર્જતા ખેડૂતો દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગને પગલે સરકારે કેટલાક જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કર્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં કપરાડા નાનાપોંઢાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ઍમ કહેવું કોઈ ખોટું નથી. આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો વરસાદી ખેતી કરતા હોય છે. ચોમાસા દરમિયાન પડેલો વરસાદ બાદ પાક તૈયાર થયાના ટાણે જ સોમાચા ઍ વહેલી વિદાય લઈ દીધી હતી. જેને લઈ પિયતની સગવડ વાળા ખેડૂતો ઍ પાણી મૂકી પાક ને જીવાડી તૈયાર કર્યો હોવાનું જાણવા મળે છે.પરંતુ કપરાડા તાલુકા ના આંતરિયા વિસ્તાર ના ગામો માં ડાંગર ઉપરાંત તુવેર જેવા પાકોને વ્યાપક નુકશાન થયું હોવાની વિગત મળવા પામી છે. ડાંગરના પાકની કંઠી નીકળવાની શરૂઆતમાં જ વરસાદે સંપૂર્ણ વિરામ લઈ લેતા પાક સુકાઈ નાશ પામ્યો હોવાનું પણ જોવા મળે છે. જેને લઈ ખેડૂતો માટે ચોમાસુ સારું રહ્નાં નથી. આ ઉપરાંત વરસાદે વહેલી વિદાય લેતા શિયાળું પાકનું વાવેતર પણ ખેડૂતો કરી સંખ્યા નથી હોવાનું જાણવા મળે છે. જેને લઈ ખેડૂતોને બધી રીતે નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. જે અંગે સરકાર દ્વારા જે તે ગામો માં સરવે કરવા માં આવે અને ખેડૂતો માટે સહાયક બને તેવી માંગ ઉઠી રહી છે.
