જુજવામાં સાંસદના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 02 November, 2026
વલસાડ, તા. ૧ ઃ વલસાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારના ભૂલકાંઓના પોષણ અને પ્રારંભિક શિક્ષણ માટે ઍક નવો સુભગ સમન્વય સર્જાયો હતો. વલસાડ તાલુકાના જુજવા ગામમાં મીલ ફળીયા ખાતે નવનિર્મિત નવીન આંગણવાડી (નંદઘર) મકાનનું લોકાર્પણ વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ ધવલભાઈ જણાવ્યું કે, આ નવી આંગણવાડીના લોકાર્પણથી બાળકોને આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ સંસ્કાર અને પોષણયુક્ત વાતાવરણ ઘરઆંગણે જ મળી રહેશે, જેથી આ નવું સંકુલ આશીર્વાદરૂપ બનશે. બાળકોનો સર્વાંગી વિકાસ ઍ જ સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે. સાંસદ ધવલભાઈઍ જુજવા ગ્રામ પંચાયત પરિવાર અને સમગ્ર ગ્રામજનોને આ નૂતન સુવિધા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.
