Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

વાપીની જાણીતી ડ્રાયફ્રૂટ અને ઓઇલ શોપમાં ઞ્લ્વ્ વિભાગની રેડ

વાપીની જાણીતી ડ્રાયફ્રૂટ અને ઓઇલ શોપમાં ઞ્લ્વ્ વિભાગની રેડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧ઃ વાપી ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ઍક જાણીતી ડ્રાયફ્રૂટ અને ઓઇલ શોપમાં ઞ્લ્વ્ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવતા વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ પેઢી પર કથિત ઞ્લ્વ્ ચોરીની આશંકા હતી. જેના આધારે બે દિવસ પહેલા ઞ્લ્વ્ વિભાગની ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી. ટીમે દુકાનના હિસાબી ચોપડા, બિલો અને સ્ટોકની ઝીણવટભરી તપાસ કરી હતી.

જાણવા મળ્યા મુજબ આ વેપારી પેઢી માત્ર વાપી પૂરતી જ સીમિત નથી. તેમનો વેપાર નાનાપોંઢા વિસ્તારમાં અને દમણ વિસ્તારમાં પણ ફેલાયેલો છે. આ ઉપરાંત આ પેઢી બિલ્ડર લાઇન સાથે પણ સંકળાયેલી હોવાનું ચર્ચાઈ રહ્નાં છે. ઍટલે મોટા પાયે કરચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે આ રેડ દરમિયાન મહત્વના દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા છે, જોકે ઞ્લ્વ્ વિભાગ તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કેટલી કરચોરી મળી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

દિવાળીના તહેવારો ટાણે જ ઞ્લ્વ્ વિભાગની આ કાર્યવાહીને લઈ વાપીના વેપારી વર્તુળમાં અનેક પ્રકારની ચર્ચાઓઍ જોર પકડ્યું છે. સામે દિવાળીઍ થયેલી આ રેડને કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં તપાસ બાદ શું બહાર આવે છે તે જોવું રહ્નાં.