Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

વાપીમાં ફન ફેર-૨૦૨૬નું આયોજન કરાયું

વાપીમાં ફન ફેર-૨૦૨૬નું આયોજન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧ ઃ વાપી પંથકમાં વસતા શ્રી મારુ રાજપૂત સમાજ સંગઠન દ્વારા દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ ફન ઍન્ડ ફેર-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શનિવારે સાંજે ૪થી રાત્રે ૧૧ વાગ્યા સુધી વાપીના ચલા-દમણ રોડ પર આવેલા ભાઠેલા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ તથા શ્રી મારું રાજપૂત સમાજ સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ ટાંચક તેમજ  સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.

ફન ઍન્ડ ફેરમાં ખાણીપીણીની વિવિધ વાનગીઓ, રમતગમતની પ્રવૃત્તિઓ, બાળકો માટેની વિવિધ સ્પર્ધાઓ અને આકર્ષક સ્ટોલ મુખ્ય આકર્ષણ બન્યા હતાં. આ ઉપરાંત સમાજના લોકો ઍકબીજાના પરિચયમાં આવે અને સામાજિક ઍકતા તથા ભાઈચારાની ભાવના મજબૂત બને તેવા હેતુથી પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મારુ રાજપૂત સમાજ સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ ટાંચક તેમજ સમાજના યુવાનો અને  અગ્રણીઓઍ ભારે જહેમત ઉઠાવી હતી. સમાજના પરિવારો અને બાળકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ વચ્ચે ફન ઍન્ડ ફેર-૨૦૨૬ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.