વાપીમાં વોર્ડ વાઈઝ સફાઈ કોન્ટ્રાક્ટ શરૂ
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા આજથી ઍટલે કે ૧ નવેમ્બર ૨૦૨૬ થી વોર્ડ વાઈઝ સફાઈ કોન્ટ્રાક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી નગરજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
અગાઉ પૂર્વ અને પડ્ઢિમ વિસ્તાર માટે ત્રણ ઍજન્સીઓને અપાયેલો કોન્ટ્રાક્ટ સંતોષકારક ન જણાતા મનપા કાઉન્સિલરોની સંમતિથી કમિશનર અને આરોગ્ય સમિતિ સાથે ચર્ચા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર અને ડેપ્યુટી મેયર દ્વારા વોર્ડ વાઈઝ અલગ સફાઈ કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો. તે અંતર્ગત ટેન્ડર મંગાવી મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે આજે પ્રથમ દિવસે રવિવાર હોવાથી અને નવી વ્યવસ્થા હોવાથી કેટલાક વોર્ડમાં ક્યાંક સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન સંદીપ પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે નાની ખામી રહી ગઈ છે, પરંતુ કાલથી ઍટલે કે સોમવાર, ૨ નવેમ્બરથી તમામ વોર્ડમાં સફાઈ બાબતે ચોકસાઈપૂર્વક ધ્યાન આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે દરેક વોર્ડમાં ઍજન્સીઓને કડક સૂચના આપવામાં આવી છે અને નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી વાપીના તમામ વોર્ડ ચોખ્ખા અને સ્વચ્છ દેખાય.
