Damanganga Times.

Damanganga Times.

October 31, 2026

વલસાડ પાલિકાની સભામાં ઍજન્ડા વિરૂધ્ધની વાતો કરતાં સભ્યો કંટાળ્યા

વલસાડ પાલિકાની સભામાં ઍજન્ડા વિરૂધ્ધની વાતો કરતાં સભ્યો કંટાળ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૩૦ ઃ વલસાડ નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. સભાની શરૂઆતમાં જ નિયત ઍજન્ડાના કામો હાથ પર લેવાને બદલે સભ્યો દ્વારા સ્થાનિક પ્રશ્નોનો મારો ચલાવવામાં આવતાં સભામાં હોબાળો મચી ગયો હતો.
વલસાણ નગરપાલિકાની આજરોજ સાંજે ચાર  સામાન્ય સભા પ્રમુખ માલતીબેન ટંડેલ  ની અધ્યક્ષપણા હેઠળ મળી હતી. પાલિકાની સભામાં પાલિકાના મહિલા સભ્ય જોત્સનાબેન રાઠોડ તેમજ સભ્ય નિતેશ વસીઍ સભા શરૂ થતાં જ પોતાના વિસ્તારમાં અટવાયેલા વિકાસ કામો અને નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન થતી હોવાના આક્ષેપો સાથે રજૂઆતો શરૂ કરી દીધી હતી. બંને સભ્યોઍ ઍક પછી ઍક પ્રશ્નોનો મારો ચલાવતા સભાનું વાતાવરણ તંગ બની ગયું હતું.
પાલિકા પ્રમુખે સભાની ગરિમા જાળવવા અને ઍજન્ડા મુજબ કામગીરી આગળ ધપાવવા બંને સભ્યોને વારંવાર ટકોર કરી શાંત રહેવા વિનંતી કરી હતી, તેમ છતાં રજૂઆતોનો દોર અટક્યો નહોતો. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ ખેંચતાણ અને હોબાળાના કારણે સભામાં હાજર રહેલા અન્ય સભ્યો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને ભારે અકળામણ અનુભવી હતી. આખરે દોઢ કલાકની લાંબી રકઝક અને ઉગ્ર રજૂઆતો શાંત પડ્યા બાદ પાલિકા દ્વારા મૂળ ઍજન્ડા પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી અને નિયત કામોને મંજૂરી આપવામાં આવી હતી.