કુંડી હાઇવે પરથી રૂ.૨.૫૪ લાખનો દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 31 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા ૩૦ ઃ ડુંગરી પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં ફરતી વખતે મળેલી બાતમી આધારે કુંડી હાઇવે પર વોચ ગોઠવી ઊભા રહેતા બાતમી વાળી કાર ને અટકાવવાના ઈશારો કરતા કારચાલક ઉતરી ભાગી છૂટ્યો જ્યારે બીજા ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે કામની અંદર તપાસ કરતા દારૂની બાટલીના ૧૬૭ કિંમત રૂપિયા ૨.૫૪ લાખનો દારૂ કાર મોબાઇલ મળી ૭.૫૯ લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે.
ડુંગરી પોલીસ મથકના પી.આઈ. યુ. ઍચ. પટેલ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળતા પોલીસ સ્ટેશન વલસાડના નેશનલ હાઈવે નંબર ૪૮ પર કુંડી ઓવરબ્રિજ ચડતાં મુંબઈથી સુરત તરફ જતી શંકાસ્પદ બલેનો કાર નંબર ઞ્થ્-૧૦-ઝ઼ફ-૧૩૧૨ ને રોકવાના ઈસારો કરતાં કાર ચાલક કાર મૂકી ભાગી છુટ્યો હતો. જયારે પોલીસે કારની અંદર તપાસ કરતા કારની પાછળની સીટ તથા ડીકી માંથી દારૂની ૧૬૭ બોટલો મળી આવી હતી.
પોલીસે ૨,૫૪ ૬૪૦ રૂપિયાનો દારૂ પાંચ લાખ રૂપિયાની કાર તેમજ ઍક નંગ મોબાઈલ કિંમત ૫,૦૦૦ મળી કુલ ૭,૫૯,૬૪૦ રૂપિયાના મુદ્દા માલ સાથે આરોપી રાહુલ હિમ્મતભાઈ ભીલ રહે. અમરેલી, નામના ઈસમની અટકાયત કરી હતી. જ્યારે કારચાલક નિકુંજ જમનભાઈ ગધેથરીયા રહે. જામનગર ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
