ડાંગની ૪૧ ગ્રા.પં.ની સામાન્ય ચૂંટણી માટે સરપંચ પદના અનામત હોદ્દાની ફાળવણી
- byDamanganga Times
- 31 October, 2026
આહવા, તા. ૩૦ ઃ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ડાંગ જિલ્લામાં ટૂંક સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સરપંચ પદના અનામત હોદ્દાઓની ફાળવણી પૂર્ણ કરી લેવામાં આવી છે. ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ તેમજ સંબંધિત ચૂંટણી નિયમો અને સુધારાઓ મુજબ આહવા, વઘઈ અને સુબીર તાલુકાની કુલ ૪૧ ગ્રામ પંચાયતો માટે સરપંચ પદનું રોટેશન (વારાફરતી ફાળવણી) નક્કી કરવામાં આવ્યું છે. આગામી સામાન્ય ચૂંટણી માટે અનુસૂચિત આદિજાતિ (લ્વ્) તેમજ મહિલા અનામત સહિતના સરપંચ પદના હોદ્દાઓની ફેરફાળવણી કરવાનો આદેશ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામજનો પોતાની પંચાયતમાં સરપંચ પદ કયા વર્ગ કે મહિલા માટે અનામત છે તેની સ્થિતિ જાણી શકે તે માટે આ ફાળવણીનું વિગતવાર લિસ્ટ સંબંધિત ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી તેમજ જિલ્લાની સત્તાવાર વેબસાઇટ ત્ર્દ્દદ્દષ્ટસ્ન્ૅં//ર્ફુઁસ્નિં્.ઁજ્ઞ્ણૂ.જ્ઞ્ઁ/ન્ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સંબંધિત ગ્રામજનોને આ યાદી જોઈ જરૂરી નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, ડાંગ દ્વારા જણાવાયું છે.
