Damanganga Times.

Damanganga Times.

October 31, 2026

તલાવચોરામાં ડૂપ્લીકેટ ચલણી નોટ સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષની સજા, દંડ

તલાવચોરામાં ડૂપ્લીકેટ ચલણી નોટ સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષની સજા, દંડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૩૦ ઃ  ચીખલી તાલુકાના તલાવચોરા ગામના મોટા ફળિયા ખાતે રહેતા તેજસ કુમાર સુરેશભાઈ ચૌહાણ ઉ.વ. ૨૭ દ્વારા પોતાના ઘરે પ્રિન્ટર મશીન દ્વારા બનાવટી ચલણી નોટો છાપી ખુલ્લા બજારમાં ઉપયોગ કરતો હોવાનું નવસારી ઍસઓજીના પી.આઈ ઍઆર સૂર્યવંશીને બાતમી મળતા જેના આધારે ઓપરેશન પાર પાડવા માટે તારીખ ૨૭. ૧૨. ૨૩ ના રોજ સવારના સમયે ઍસઓજીના પોલીસ કર્મચારીઓ દ્વારા તેજસ ચૌહાણને ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો હતો ત્યારબાદ ઘરે ચેક કરતા ઘરે ઍક પ્રિન્ટર મશીન કિંમત રૂપિયા ૫૦૦૦ તથા ઍક મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦૦ તથા પ્રિન્ટરનું ર્કાટિંગ ૧૦૦ મળી કુલ રૂપિયા ૧૦,૧૦૦  અને રેડ દરમિયાન અંગ ઝડતી કરતા ૨૦૦ના તેમજ ૧૦૦ દરની  બનાવટી ચલણી નોટો નંગ ૬૨ જેની કિંમત રૂપિયા ૧૧.૮૦૦ મળી આવી હતી જેની તપાસ સૌપ્રથમ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ ઍચઍસ પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ વધુ તપાસ ઍમ. કે. ગામીત દ્વારા કરી મદદમાં ચીખલી પોલીસ મથકના રાઇટર સુનિલભાઈ પટેલ તથા હરીશભાઈ હરેખજીભાઈ અને હાલમાં ચીખલી પોલીસ મથકના પીઆઈ પીબી પટેલિયા દ્વારા જે તે સમયે તપાસ પૂર્ણ કર્યા બાદ આ કેસ નવસારી સેશન્સ કોર્ટમાં ચાલી જતા બનાવની ગંભીરતાને જોઈ નવસારી સેશન્સ કોર્ટના જજ પ્રશાંતકુમાર હસમુખલાલ શેઠે સરકારી વકીલ ટીસી સુલેની ધારદાર રજૂઆતોને ધ્યાનમાં રાખી તેજસ કુમાર સુરેશ ચૌહાણ ને ૧૦ વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા ૮૦૦૦ નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.