Damanganga Times.

Damanganga Times.

October 31, 2026

ગાડરિયાની પરિણીતા આપઘાત પ્રકરણમાં પતિની પિયરિયા વિરૂધ્ધ રજૂઆત

ગાડરિયાની પરિણીતા આપઘાત પ્રકરણમાં પતિની પિયરિયા વિરૂધ્ધ રજૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ તાલુકાના ગાડરિયા ગામે આવેલા દાદરી ફળિયામાં ૨૪ વર્ષીય પરિણીતાઍ પોતાના ઘરે આત્મહત્યા કરી લેવા ની ઘટના બાદ  મૃતકના પતિઍ પિયરપક્ષ તરફથી થતી રૂપિયાની સતત ઉઘરાણી અને દબાણના કારણે પત્નીઍ આ અંતિમ પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે વલસાડ પોલીસ મથકમાં   આવતીકાલે  અરજી આપી ન્યાયની માંગણી કરનાર છે.
વલસાડ તાલુકાના ગાડરિયા ગામના દાદરી ફળિયામાં રહેતા જીગરભાઈ પટેલની ૨૪ વર્ષીય પત્ની મેઘનાબેન પટેલે અગમ્ય કારણોસર ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ પિયરપક્ષ દ્વારા સાસરીયાઓ પર આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો હતો. જોકે, આ અંગે પતિ જીગરભાઈ પટેલે શનિવારના રોજ  પોલીસ સમક્ષ સમગ્ર હકીકત રજૂ કરી હતી.
જીગરભાઈઍ જણાવ્યું કે મેઘનાબેને વલસાડના ધમડાચી ગામે રહેતા પોતાના ભાઈ માટે અગાઉ ૫૦,૦૦૦ની બે વાર લોન લીધી હતી. આટલું જ નહીં, તેમની નવજાત દીકરીના ભવિષ્ય માટે રાખેલા ૨૦,૦૦૦ પણ વાપરી નાખવામાં આવ્યા હતા. મેઘનાબેનનો ભાઈ લોનના હા ભરવા માટે અવારનવાર રૂપિયાની માંગણી કરી માનસિક ત્રાસ આપતો હતો. આ હો ભરવાની મજબૂરીમાં મેઘનાબેને પોતાના પતિની સોનાની ચેન પણ ગીરવે મૂકી દીધી હતી.
પત્નીના આપઘાત બાદ પિયરપક્ષ દ્વારા સાસરીવાળાઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના હોવાનો આક્ષેપ કરતાં જીગરભાઈઍ વલસાડ પોલીસ ને લેખિત અરજી શનિવારના રોજ આપનાર છે. જેમાં મેઘનાબેન અને તેના ભાઈ વચ્ચે થયેલી વાતચીતનું ઓડિયો રેર્કોડિંગ તેમજ ચૂકવેલી રકમની તમામ વિગતો પુરાવા તરીકે રજૂ કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.