વલસાડ ઈન્ડ. ઍસો. દ્વારા ગુંદલાવમાં ESIC ડિસ્પેન્સરીનું ઉદ્ઘાટન કરાયું
- byDamanganga Times
- 31 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ નજીક આવેલ ગુંદલાવ જીઆઇડીસી માં વલસાડ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન (સ્ત્ખ્) ના કોમ્યુનિટી સેન્ટર ખાતે ચ્લ્ત્ઘ્ ડિસ્પેન્સરીનું ઉદ્ઘાટન બુધવાર, તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લાના કલેક્ટર નિતિન વી. સાંગવાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા અને તેમના હસ્તે ડિસ્પેન્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સમારોહમાં વલસાડ ના ધારાસભ્ય ભરત પટેલ, ગુંદલાવના સરપંચ નિતિન પટેલ, ચ્લ્ત્ઘ્ તથા ચ્લ્ત્લ્ વિભાગના અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, ઞ્ત્ઝ઼ઘ્ના અધિકારીઓ અને સ્ત્ખ્ના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.ગુંદલાવ ઞ્ત્ઝ઼ઘ્ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક ઍકમો કાર્યરત છે અને અહીં અનેક કામદારો તથા કર્મચારીઓ રોજગાર મેળવે છે. આવા ઔદ્યોગિક કર્મચારીઓ અને ચ્લ્ત્ઘ્ હેઠળ આવરી લેવાયેલા વીમાધારક વ્યક્તિઓને આરોગ્ય સેવાઓ મેળવવામાં સુવિધા મળે તે હેતુથી આ ડિસ્પેન્સરીની પહેલ મહત્વપૂર્ણ છે. સ્ત્ખ્ કોમ્યુનિટી સેન્ટર ખાતે આ સુવિધા ઉપલબ્ધ થવાથી વિસ્તારના ઔદ્યોગિક સમુદાય માટે આરોગ્ય સેવાઓની પહોંચ વધુ સરળ બનવાની અપેક્ષા છે.
આ પ્રસંગે ચ્લ્ત્ઘ્ના રિજનલ ડિરેક્ટર હેમંત કુમાર પાંડે, ચ્લ્ત્લ્ના ડિરેક્ટર ડૉ. મોનિકા પટેલ, ચ્લ્ત્ઘ્ના સ્ટેટ મેડિકલ ઓફિસર ડૉ. વિજય ધાનક, ચ્લ્ત્ઘ્ના જોઈન્ટ ડિરેક્ટર આશિષ શંકર, ચ્લ્ત્લ્ના ખ્ઝ઼પ્લ્ તથા વડોદરા રીજનના રિજનલ હેડ ડૉ. હસમુખ ચાવડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ અને સહકાર બદલ સ્ત્ખ્ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન સ્ત્ખ્ના ઉપપ્રમુખ દિવ્યેશ દલાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. સ્ત્ખ્ના સેક્રેટરી–ઍડમિનિસ્ટ્રેશન શૈલેશ પારેખે આ પહેલની પૃષ્ઠભૂમિ તથા સ્ત્ખ્ દ્વારા કરવામાં આવેલા સંકલન અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સંબંધિત અધિકારીઓનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.સ્ત્ખ્ દ્વારા જણાવાયું હતું કે ઉદ્યોગો અને કામદારોના હિતમાં આરોગ્ય તથા સામાજિક કલ્યાણ સંબંધિત સુવિધાઓને પ્રોત્સાહન આપવું ઍસોસિઍશનની પ્રાથમિકતાઓમાંનું ઍક છે. ચ્લ્ત્ઘ્ તથા ચ્લ્ત્લ્ના સંબંધિત અધિકારીઓના સહકારથી આ સુવિધાને આગળ વધારવામાં સહયોગ મળ્યો છે. કાર્યક્રમના અંતે સ્ત્ખ્ દ્વારા મુખ્ય અતિથિ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, ચ્લ્ત્ઘ્–ચ્લ્ત્લ્ના અધિકારીઓ, તબીબી ટીમ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર માનવામાં આવ્યો હતો.
