Damanganga Times.

Damanganga Times.

October 31, 2026

ચલામાં સોસાયટીઍ રૂ. ૭ લાખના ખર્ચે ખાડીની સફાઈ કરાવી

ચલામાં સોસાયટીઍ રૂ. ૭ લાખના ખર્ચે ખાડીની સફાઈ કરાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ વાપી મહાનગરપાલિકાના ચલા વિસ્તારમાં આવેલી ખાડીની સફાઈની કામગીરી બાકી રહેતાં ધ પાર્ક સોસાયટી દ્વારા પોતાના ખર્ચે અંદાજે રૂ. ૬થી ૭ લાખના ખર્ચે ખાડીની સફાઈ કરાવવામાં આવી છે. જાહેર સ્વચ્છતા અને સ્થાનિક રહેવાસીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સોસાયટી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાડીમાં ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવ સહિતની સમસ્યાઓ ઊભી થતી હોવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાડીની નિયમિત સફાઈ કરવાની જવાબદારી વાપી મહાનગરપાલિકાની હોવા છતાં સફાઈની કામગીરી બાકી રહેતાં સોસાયટીઍ સ્વખર્ચે સફાઈ કરાવી છે. આ કામગીરીથી ખાડીની આસપાસ રહેતા લોકોને ગંદકી અને મચ્છરોના ઉપદ્રવની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.