પારડી પાલિકાની સામાન્યસભામાં વિવિધ વિકાસના કામોને લીલીઝંડી અપાઈ
- byDamanganga Times
- 31 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૩૦ ઃ પારડી પાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકાના પ્રમુખ ચેતનભાઇ નાયકા ના અધ્યક્ષ સ્થાને સવારે ૧૧ઃ૩૦ કલાકે ચીફ ઓફિસર કોમલબેન ઉપપ્રમુખ ફાલ્ગુની બેન કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ ટાઉન પ્લાનિંગ ચેરમેન સીરીઝ પટેલ વોટર વર્ક ચેરમેન જીગ્નેશભાઈ પટેલ આરોગ્ય ચેરમેન કિરણ પટેલ તથા સદસ્ય ભૂમિબેન પારેખ મેઘાબેન ભાવસાર ઉષાબેન પટેલ જીગ્નેશ ભાઈ માંગેલા જાગૃતીબેન શાહ આ નીતાબેન રાય ઇલાબેન પરમાર રંજનાબેન પટેલ જીગ્નેશ ભાઈ આહીર વગેરે સાથે કોંગ્રેસના બીપીનભાઈ પટેલ નાસીરભાઈ શેખ પરવેશભાઈ તાઈ વનીતાબેન હળપતિ વગેરેની ઉપસ્થિતિમાં સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી જેમાં પહેલા સેનાના જવાન શહીદ થયા હોય અને ડમ્પિંગ સાઈડમાં અકસ્માતમાં બાળકનું મોત થયું હોય જે બાબતે મોન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ પાલિકાના ચીફ ઓફિસર કોમલબેન અને પ્રમુખ ચેતનભાઇ નાયકા દ્વારા સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી સામાન્ય સભાના ઍજન્ડામાં ગઈ સામાન્ય સભામાં અને કારોબારી સભામાં લેવામાં આવેલા વિવિધ વિકાસના કામો જેમાં રસ્તા પાણી ગટર આવાસ અને અન્ય વિકાસલક્ષી કામ અંગે થયેલા ઠરાવો ને સરવાનું મતે મંજૂરી આપવામાં આવી હતી.
આ સામાન્ય સભામાં ડમ્પિંગ સાઈડમાં અકસ્માતમાં થયેલા બાળકના મોત અંગેના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો કોંગ્રેસના બીપીનભાઈ અને પરવેશભાઈઍ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટે માંગણી કરી હતી જે અનુસાર ચીફ ઓફિસર અને પ્રમુખે ચોક્કસ કાર્યવાહી જે તે સમયે પોલીસે કરી હોય અને સમગ્ર મામલો પોલીસનો હોય જેથી તેઓઍ સંપૂર્ણ મામલે જાણકારી આપી હતી બીજી તરફ બીપીનભાઈ પટેલે હાલમાં આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલભાઈ દ્વારા ઍક લાખ ૯૦ હજાર ની ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તપાસ માંગી હતી મુદ્દો લાંબો ચાલતા મેહુલભાઈઍ ૯૦,૦૦૦ જમા કર્યા હોવાનો ઍકાઉન્ટન્ટને પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું. લાંબી ચર્ચા બાદ પ્રમુખ અને ચીફ ઓફિસર બંને જણાય નોટિસ આપી આ બાબતે પગલા લેવા જણાવ્યું હતુ જ્યારે ત્રિમાસિક હિસાબ અંગે જાણકારી આપવા કહ્નાં હતું બાદમાં ફરીથી કરવામાં આવેલ કચરાપેટી બાબતે ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો હતો જે નિયમ મુજબ ખરીદી કરવામાં આવી હોય ઍ અંગેની જાણકારી ચીફ ઓફિસર ઍ આપી હતી ત્યારે કોંગ્રેસના તમામ સભ્યો તાત્કાલિક ખરીદી અંગેની જાણકારી આપવા માટે વિરોધ કર્યો હતો અને સભાખંડમાં નીચે બેસી ગયા હતા આમ સામાન્ય સભામાં કર્મચારી કચરાપેટી અને અન્ય બાબતોઍ ચર્ચા રહી હતી સત્યના સવાલ જવાબના પ્રમુખ ચેતનભાઇ અને ચીફ ઓફિસર કોમલબેન જવાબો આપ્યા હતા અને ઍ બાબતે સાંભળ્યા હતા.આમ વિકાસના કામોની લીલી જંડી સાથે અને કોંગ્રેસના સભ્યના વિવિધ પ્રશ્નો ને પુછવણી સાથે શાંતિમય રીતે સામાન્ય સભા પૂર્ણ થઈ હતી કોઈ પ્રશ્ન બાબતે ભાજપ અને કોંગ્રેસના સભ્યોની તું તું મેં મેંપણ થઈ જતા સભા લાંબી ચાલી હતી. સભામાં માત્ર બે જ મુદ્દા હતા. કારોબારી અને સામાન્ય સભા જે યોજાઈ ગઈ હતી ઍને બહાલી આપવાની હતી.
