વાપી બજારમાં દિવાળી ટાંણે દબાણ હટાવો કામગીરીથી કચવાટ
- byDamanganga Times
- 30 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપીમાં સરદાર ચોકથી ઝંડા ચોક અને ગાંધી માર્કેટ પાછળના વિસ્તારમાં આજે સવારે મનપાની દબાણ હટાવો ટીમ મેદાને ઉતરી હતી. ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની આ કામગીરીને લઈ વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
મંદીના માહોલ વચ્ચે જ્યારે બજારમાં ખરીદી ધીમી છે. ત્યારે ટીમ બઝારમાં ફરી રહી હતી. ગાંધી માર્કેટ પછીના ખુલ્લા વિશાળ ર્પાકિંગ પ્લેસમાં કેટલાક દુકાનદારોઍ દબાણ કરીને ધંધો કરતા હોવાનું જણાતાં ટીમે તેમને હટાવ્યા હતાં. ઍક દુકાનદારનું દબાણ દૂર કર્યા બાદ તેણે સામે ગાંધી માર્કેટ પાછળની ગલીમાં દુકાનદારો દ્વારા ફૂટપાથ પર કરાયેલા દબાણ તરફ આંગળી ચીંધી હતી. તે ફરિયાદને પગલે ટીમે ત્યાં પણ જઈને તમામ દબાણો દૂર કરાવ્યા હતાં. જોકે દિવાળીના સમયે થયેલી આ કામગીરીથી નાના વેપારીઓમાં ભારે નારાજગી છે. સ્થાનિકો કહે છે કે ગાંધી માર્કેટ પાછળની ગલીમાં સામાન્ય રીતે વાહનોની અવરજવર રહેતી નથી, મોટાભાગે સમસ્યા મુખ્ય માર્ગ પર જ સર્જાય છે.તેથી વેપારીઓની માંગ છે કે મનપાઍ મુખ્ય રસ્તા પર ર્પાકિંગ પટ્ટાનો કડકાઈથી અમલ કરાવવો જોઈઍ, જેથી ટ્રાફિકની સમસ્યા ઉકેલાય અને વેપાર પર પણ અસર ન પડે.
