Damanganga Times.

Damanganga Times.

October 30, 2026

કપરાડાના તત્કાલીન ભ્લ્ત્ અને હે.કો.ને લાંચ કેસમાં ૩ વર્ષની કેદ-દંડ

કપરાડાના તત્કાલીન ભ્લ્ત્ અને હે.કો.ને લાંચ કેસમાં ૩ વર્ષની કેદ-દંડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ ૧૪ વર્ષ અગાઉ પારડી તાલુકાના ઉદવાડા ગામના મોડ ફળિયામાં રહેતો વ્યક્તિઍ ટેમ્પો વેચી દીધા પછી ઍ ટેમ્પો કપરાડા પોલીસે દારૂના ગુનામાં પકડતા ઉદવાડાના વ્યક્તિ સામે કપરાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસમાં નામ ન જોડવા પેટે રૂ. ૬૦,૦૦૦ની લાંચ માંગવાના અને સ્વીકારવાના ચકચારી કેસમાં ધરમપુર સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ  ઍમ. ઍ. મિર્ઝાઍ કપરાડા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઍસઆઈ અબ્દુલ મજીદ અબ્દુલ હમીદ નાબદો તથા તત્કાલીન હેડ કોન્સ્ટેબલ ભૂપતસિંહ કેશવસિંહ સોલંકીને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદ તેમજ રૂ.૧૨,૦૦૦ રોકડ દંડની સજા ફટકારી છે.
પ્રા વિગત મુજબ પારડી તાલુકાના ઉદવાડા ગામના મોડ ફળિયામાં રહેતા અબ્દુલ્લાભાઈ લલ્લુભાઈ વજેરીયા દ્વારા વેચવામાં આવેલો ટેમ્પો કપરાડા પોલીસ મથકમાં દારૂના ગુનામાં પકડાયો હતો. આ ટેમ્પો હજુ ફરિયાદીના નામે બોલતો હોવાથી, દારૂના ગુનામાં તેમનું નામ ન ખોલવા તથા ધરપકડ ન કરવાના અવેજ પેટે કપરાડા પોલીસ મથકના   તત્કાલીન પીઍસઆઈ તથા તત્કાલીન હેડ કોન્સ્ટેબલ દ્વારા અવારનવાર ફોન કરી લાંચની માંગણી કરવામાં આવી હતી. જો  લાંચ ન આપે તો ઘરેથી ઉઠાવી જઈ કેસમાં પૂરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જા કે લાંચની રકમ આપવા ન માંગતા ફરિયાદીઍ વલસાડ લાંચરુશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી  ફરિયાદ નોંધાવતાં ઍસીબીઍ ગોઠવેલા છટકા દરમિયાન બંને પોલીસકર્મીઓ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.
જે અંગેનો કેસ ધરમપુર સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાલી જતાં, પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલો, સાક્ષીઓ અને પુરાવાઓને માન્ય રાખી સ્પેશિયલ જજ શ્રી ઍમ.ઍ. મિર્ઝાઍ બંને આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત જાહેર કરી ત્રણ વર્ષની સાદી કેદ અને ૧૨,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે  તત્કાલીન પીઍસઆઈ અને હેડ કોન્સ્ટેબલને જેલની સજા થતાં  પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.