Damanganga Times.

Damanganga Times.

October 30, 2026

સેલવાસમાં ગર્ભવતી મહિલાના મોતથી વિવાદ

સેલવાસમાં ગર્ભવતી મહિલાના મોતથી વિવાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૯ ઃ  સિલવાસાની નમો હોસ્પિટલમાંં ગર્ભવતી મહિલાના મોત બાદ વિવાદ ઊભો થયો છે. પરિવારજનોઍ નમો હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે, જ્યારે હોસ્પિટલ તંત્રઍ તમામ તબીબી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી. આ અંગે પ્રા માહિતી પ્રમાણે ૨૬ વર્ષિય કાજલ  સોનુકુમાર સિંહને ૨૯ ઑક્ટોબરની સવારે નમો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. દરમ્યાન માતા અને ગર્ભસ્થ બાળકના મોત થતાં પરિવારજનો અને હોસ્પિટલના તંત્ર વચ્ચે વિવાદ અને વિરોધાભાષી નિવેદનોથી ચકચાર મચી છે. કુટુંબીજનોના દાવા મુજબ કાજલને સામાન્ય ઉધરસની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ ગયા પછી તબીબોઍ માત્ર પોણો કલાકમાં જ હૃદય બંધ થઈ જવાનું જણાવી વેન્ટીલેટર પર મુકી દીધી હતી અને પછી માતા તથા ગર્ભસ્થ બાળકને મૃત જાહેર કરી દીધા હતાં. વધુમાં પરિવારજનોને મૃતદેહ જાવાની મંજુરી આપ્યા વિના શબગૃહમાં મૃતદેહ મુકી દેવામાં આવ્યો હતો. ત્યારે પરિવારના કહેવા મુજબ મૃતક તથા ગર્ભસ્થ બાળકના શ્વાસ ચાલતા હોવાનું જણાયુ હતું અને હોસ્પિટલના સુત્રોની સ્પષ્ટતા મુજબ પરિવારજનો ત્યાથી મહિલાના મૃતદેહને અન્યત્ર મંજુરી વગર જ લઈ ગયા હતાં અને ફરીથી બપોરે હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં. ત્યારે પણ તેમણે સમગ્ર કેસ અને સ્થિતિ સમજાવવામાં આવ્યા હતાં. હવે આ સમગ્ર પ્રકરણમાં પરિવારજનોના આક્ષેપો અને હોસ્પિટલની સ્પષ્ટતાઅો વચ્ચે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવી જરુરી કહેવાઈ રહી છે.