Damanganga Times.

Damanganga Times.

October 30, 2026

ઉમરગામમાં વાહનચાલકોની ત્રિપલ સવારી !, તંત્રની કામગીરી સામે સવાલો

ઉમરગામમાં વાહનચાલકોની ત્રિપલ સવારી !, તંત્રની કામગીરી સામે સવાલો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ દમણ અને સેલવાસમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.ત્યારે વલસાડ જિલ્લામાં ટ્રાફિકના નિયમોના અમલને લઈને સવાલો ઊભા થઈ રહ્ના છે. ખાસ કરીને ઉમરગામ વિસ્તારમાં ટુ-વ્હીલર પર ત્રિપલ સવારી કરતા વાહનચાલકો નજરે પડતાં ટ્રાફિક વ્યવસ્થાની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થયા છે.દમણ અને સેલવાસમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે કડકાઈ જોવા મળતી હોય તો વલસાડ જિલ્લામાં પણ આવી જ વ્યવસ્થા કેમ અમલમાં મૂકવામાં આવતી નથી શું અહીં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી માત્ર કાગળ પર જ રહી ગઈ છે ટ્રિપલ સવારી સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાથી માર્ગ અકસ્માતનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ, જાગૃતિ અભિયાન અને નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી જરૂરી છે.
સવાલ ઍ છે કે જ્યારે દમણ અને સેલવાસમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવી શકાય છે, તો વલસાડ જિલ્લામાં કેમ નહીં ઉમરગામ સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું અસરકારક પાલન કરાવવા માટે સંબંધિત તંત્ર ક્યારે કડક પગલાં ભરશે, તે જોવું રહ્નાં.