ઉમરગામના ડમરુવાડીમાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટનામાં તપાસ
- byDamanganga Times
- 30 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ ઉમરગામ નગરપાલિકાની આરોગ્ય સમિતિની ટીમે વોર્ડ નંબર ૩ના ડમરુવાડી વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગનું સ્થળ નિરીક્ષણ કર્યું. ત્રણ દિવસ પહેલાં આ ગોડાઉનમાં આગ લાગી હતી.
નિરીક્ષણ દરમિયાન આગ હજુ પણ ચાલુ હોવાનું સામે આવ્યું. નગરપાલિકાની ટીમ તેને સંપૂર્ણપણે બુઝાવવા ફરી કાર્યવાહી કરશે. આરોગ્ય સમિતિના અધ્યક્ષ સમીરભાઈ કંસારાઍ આગ પર ઝડપથી કાબૂ મેળવવા પ્રયાસ કરવાની વાત કરી. તપાસમાં જણાયું કે કેટલાક સ્ક્રેપ વેપારીઓ પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ઞ્ભ્ઘ્ગ્)નું લાયસન્સ નથી. નગરપાલિકા આવા સ્ક્રેપ ગોડાઉનોનો સર્વે કરી નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.સમીરભાઈ કંસારાઍ સ્ક્રેપ ગોડાઉન માલિકોને જરૂરી લાયસન્સ મેળવી લેવા સૂચના આપી. તેમણે કહ્નાં કે સ્વચ્છતા અને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે. નગરપાલિકા કોઈ બાંધછોડ નહીં કરે.
