ભીલાડમાં ડૉ. પ્રવીણભાઈ તોગડિયાનું સ્વાગત કરાયું
- byDamanganga Times
- 30 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાની ભીલાડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મુલાકાત દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભીલાડ ગ્રામ પંચાયતનાં સરપંચ વૈશાલીબેન કપિલભાઈ જાદવ તથા પંચાયતના સભ્યોઍ પુષ્પ અર્પણ કરીને ડૉ. પ્રવીણભાઈ તોગડિયાનું સ્વાગત કર્યું હતું. ગુજરાત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિર્મલભાઈ દુધાણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત સર્વોદય મિત્ર મંડળના સભ્યો, પૂજ્ય સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, જૈન સમાજના આગેવાનો તેમજ ગૌરક્ષા સાથે જોડાયેલા સભ્યોઍ પણ ઉપસ્થિત રહી ડૉ. પ્રવીણભાઈ તોગડિયાનું સ્વાગત કર્યું હતું.
પોલીસ પ્રશાસનની હાજરીમાં યોજાયેલા આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન ‘જય જય શ્રી રામ’ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો અને આમંત્રિતોની ઉપસ્થિતિઍ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.
