Damanganga Times.

Damanganga Times.

October 30, 2026

સોળસુંબા ગ્રાઉન્ડમાં વારંવાર કચરો સળગાવાથી સ્થાનિકોના સ્વાસ્થ્યને જાખમ

સોળસુંબા ગ્રાઉન્ડમાં વારંવાર કચરો સળગાવાથી સ્થાનિકોના સ્વાસ્થ્યને જાખમ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન (શ્ત્ખ્) ઍ નોટિફાઇડ ઍરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. સોળસુંબા ગ્રાઉન્ડમાં વારંવાર કચરો સળગાવવાથી ઞ્ત્ઝ઼ઘ્ કોલોની અને આસપાસના વિસ્તારોમાં ધમાડો ગ્રાઉન્ડમાં વારંવાર કચરો સળગાવવાથી ઞ્ત્ઝ઼ઘ્ કોલોની અને આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાય છે, જેનાથી હવાનું પ્રદૂષણ વધે છે. ઍસોસિઍશને જણાવ્યું કે, આ પ્રદૂષણથી સ્થાનિક રહેવાસીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે જોખમ છે. જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે આ સ્થિતિ ચિંતાજનક છે, તેથી જવાબદાર લોકો સામે તરત કાર્યવાહી જરૂરી છે.રજૂઆતમાં સ્થળ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સુરક્ષા હોવા છતાં કચરો સળગાવવાની ઘટનાઓ કેમ રોકાતી નથી, તેની તપાસ કરવાની માંગ કરાઈ છે. શ્ત્ખ્ ઍ ચીફ ઓફિસરને તપાસ કરવા, જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં ભરવા વિનંતી કરી છે. આ રજૂઆત પ્રમુખ અશોક ઍસ. ગુા અને શ્યામ ઍસ. વિજન તરફથી કરાઈ છે.