Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

દમણમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનો શરદોત્સવ યોજાયો

દમણમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનો શરદોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનો શરદોત્સવ તા. ૨૪ ઓક્ટોબરના રોજ નાની દમણ સ્થિત પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો અને મહાનુભાવોઍ સમાજની ઍકતા, યુવાધનને પ્રોત્સાહન તથા સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. સમાજના મંત્રી જ્યોતિન્દ્રભાઈ ઓઝાઍ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ઉપ-મુખ રમેશભાઈ ઓઝાઍ આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી. પ્રમુખ જવાહરભાઈ પાઠકે સમાજના સહયોગીઓનો આભાર વ્યક્ત કરી વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ વખત સમાજના સભ્યો ઍકત્રિત થાય તેવો અનુરોધ કર્યો હતો. મુખ્ય મહેમાન વિપુલભાઈ રમાકાંત ભટ્ટે પણ સમાજની પ્રગતિ માટે સહયોગ આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે  રાકેશભાઈ પાઠક, કૌસ્તુભભાઈ જોષી, ડૉ. ઈશિતાબેન પંડ્યા અને ડૉ. કોમલબેન પાઠકનું શાલ અને સન્માનપત્ર આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧થી ગ્રેજ્યુઍશન અને માસ્ટર્સ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર તથા પ્રમાણપત્ર ઍનાયત કરાયાં હતાં. દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
મહિલાઓ માટે યોજાયેલી શેરી ગરબા સ્પર્ધામાં મુંબઈનું શ્રી ગરબા ગ્રુપ પ્રથમ, દમણનું રાસ રાણી ગરબા ગ્રુપ દ્વિતીય, પારડી ગ્રુપ તૃતીય અને કરમબેલે ગ્રુપ ચોથા ક્રમે રહ્નાં હતું. સેલવાસ-નરોલી મહિલા મંડળ દ્વારા સમાજની વાડી માટે રૂ. ૧,૦૧,૧૨૧નું અનુદાન આપવામાં આવ્યું હતું.
અંતે સુભાષ પંડિત ઓર્કેસ્ટ્રાના સથવારે ગરબા અને સંગીત સંધ્યાનો સૌઍ આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિમ્પલબેન કાપડિયાઍ કર્યું હતું.