Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

ગુંજનમાં રિલાયન્સ મોલ બાજુનો હાઈવેને જોડતો રોડ કેમ બંધ?

ગુંજનમાં રિલાયન્સ મોલ બાજુનો હાઈવેને જોડતો રોડ કેમ બંધ?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ વાપી ઞ્ત્ઝ઼ઘ્ના હાર્દસમા ગુંજન વિસ્તારમાં સ્ત્ખ્ તરફ જતા રિલાયન્સ મોલની બાજુમાંથી સીધો હાઈવેને જોડતો રોડ છેલ્લા કેટલાક સમયથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્ના છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પહેલા રિલાયન્સ મોલની પાછળ ઍક મોલ કાર્યરત હતો ત્યારે આ રોડ જાહેર વાહન વ્યવહાર માટે ખુલ્લો હતો. તે મોલ બંધ થયા બાદ કોઈ અગમ્ય કારણોસર આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં રોડ પર અવરોધ મૂકી દેવાતા વાહનોને ફરીને લાંબો ચક્કર લગાવી હાઈવે પર જવું પડે છે.
પરિણામે ગુંજન ચાર રસ્તા અને હાઈવેના મુખ્ય માર્ગ પર ખાસ કરીને પીક અવર્સમાં ટ્રાફિકનું ભારે ભારણ રહે છે. જો આ જાહેર રોડ ખુલ્લો કરવામાં આવે તો મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા કેટલાક અંશે હળવી બની શકે તેમ છે. સાથેજ અહીં રોડ બંધ રહેતાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે અને બગડેલા વાહનો ખડકાયેલા છે તે પણ દૂર કરવાની જરૂર છે.
દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ વધવાની છે ત્યારે વાહન ચાલકોની માંગ છે કે નોટિફાઈડ તંત્ર દ્વારા આ રોડ દિવાળી પહેલા તાત્કાલિક ખુલ્લો મૂકવામાં આવે, જેથી નાગરિકોને રાહત મળે.