Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

ધરમપુરમાં સમીક્ષા બેઠક યોજાઈ

ધરમપુરમાં સમીક્ષા બેઠક યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૨૮ ઃ  આગામી તા. ૩૦ ઓકટોબર કિસાન ઉત્સવ દિવસ અને ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય ઍકતા દિવસ ઉજવણીને અનુલક્ષીને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે ધરમપુર સેવાસદન ખાતે ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકાના ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.
 મંત્રીઍ નાનાપોંઢાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરનાં ધારાસભ્ય અરવિંદભાઇ પટેલની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન દેશના જનજનની ચિંતા કરે છે. રાષ્ટ્રની ઍકતા જળવાઈ રહે અને સમસ્ત સમાજનો ઉત્કર્ષ થાય ઍ આશય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમણે તા.૩૦ મી કિસાન ઉત્સવ દિવસ અને તા.૩૧ મી રાષ્ટ્રીય ઍકતા દિવસ ઉજવણી કાર્યક્રમમાં સૌને ભાગીદાર બનાવવા અપીલ કરી હતી  તા.૩૦ મીઍ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી જિલ્લા પંચાયત બેઠક દીઠ બે કાર્યક્રમો થશે. જ્યારે ૩૧મીઍ રાષ્ટ્રીય ઍકતા દિવસ ઉજવણી દરેક ગામોમાં થશે. કલેક્ટર નિતિન સાંગવાને ત્રણેય તાલુકામાં યોજાનારા કાર્યક્રમની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.
બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીઍ અરુણ ગરાસીઍ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી અંગેની જાણકારી આપી હતી.