Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

વલસાડમાં કોંગ્રેસ દ્વારા ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાનનો પ્રારંભ

વલસાડમાં કોંગ્રેસ દ્વારા ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાનનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૭ ઃ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશવ્યાપી સ્તરે શરૂ કરવામાં આવેલા ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાન અંગે વિગતવાર માહિતી અને આગળની વ્યૂહરચના જાહેર કરવા માટે આજરોજ ઍઆઈસીસીના પ્રભારી ઍ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
 વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વલસાડના સર્કિટ હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી  ના પ્રભારી મોહન જોશીના અધ્યક્ષ સ્થાને અને ખ્ત્ઘ્ઘ્ સભ્ય ગૌરવ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા દેશવ્યાપી સ્તરે શરૂ કરવામાં આવેલા ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાન અંગે વિગતવાર માહિતી અને આગળની વ્યૂહરચના જાહેર કરવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા ખ્ત્ઘ્ઘ્ પ્રભારી મોહન જોશીઍ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિ દ્વારા સમગ્ર દેશમાં ૧ ઓક્ટોબરથી ૧ ડિસેમ્બર સુધી આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્નાં છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના પ્રત્યેક નાગરિકને ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૩૨૬ હેઠળ મળેલા પવિત્ર મતદાનના અધિકારને સુરક્ષિત કરવાનો છે. સરકારની વિવિધ નીતિઓ અને ગડબડોને કારણે નાગરિકોનો જે મતાધિકાર છીનવાઈ ગયો છે અથવા પ્રભાવિત થયો છે, તેને પુનઃ સ્થાપિત કરવાનો આ ઝુંબેશનો સંકલ્પ છે.
તેમણે  ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા ગંભીર આરોપો લગાવતા જણાવ્યું હતું કે તત્કાલીન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ દ્વારા સરકારના ઈશારે જ નિર્ણયો આપવામાં આવ્યા હતા. દેશના ઈતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તે રીતે દેશની સ્વતંત્ર સંસ્થાઓ જેવી કે અદાલતો, ભારતીય ચૂંટણી પંચ (ચ્ઘ્ત્) અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ય્ગ્ત્) માં કેન્દ્ર સરકાર દ્વારા સીધો અને ગંભીર હસ્તક્ષેપ કરવામાં આવી રહ્ના છે.  ભાજપ સરકાર આજે દરેક મોરચે સરેઆમ નિષ્ફળ સાબિત થઈ છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગામી ૧ નવેમ્બરના રોજ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે ઈન્ડિયા (ત્ફઝ઼ત્ખ્) ગઠબંધન દ્વારા ઍક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ૧ ડિસેમ્બરે યોજાનારા આ મહા-આંદોલન અને રેલીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં દિલ્હી પહોંચશે. આ પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મોદી સાંસદ કિશનભાઇ પટેલ જિલ્લા  ઉપ પ્રમુખ ધર્મેશ ઉર્ફે  ભોલા પટેલ  સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા.