કિલ્લા પારડીથી નાસિક હાઈવે ફોરલેન બનશે
- byDamanganga Times
- 28 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ કિલ્લાપારડીથી નાસિક હાઈવે ફોરલેન બનશે પારડીના બી. ઍન. જોષીની રજૂઆતના ૧૮ મહિના બાદ વિભાગનો જવાબ મળ્યો છે કુંભઘાટ અને માંડવાજોગવેલના ઢાળ બંને બાજુ ચાર-ચાર ફૂટ પહોળા કરવાની માંગ કરી છે ૩૭.૪ કિમી સુધીના માર્ગ માટે જોબ નંબર ફાળવાયો છે જમીન સંપાદન પ્રગતિ હેઠળ છે વલસાડ જિલ્લાના વાહનચાલકો માટે મહત્ત્વના ગણાતા નેશનલ હાઈવે ૮૪૮ને ફોરલેન બનાવવા તેમજ કુંભઘાટ અને માંડવા-જોગવેલના ઢાળને પહોળા કરવાની રજૂઆત અંગે લગભગ ૧૮ મહિના બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનો લેખિત જવાબ મળ્યો છે. મોટાપોંઢા કોલેજના નિવૃત્ત આચાર્ય બી. ઍન. જોષીઍ તા. ૨૭ માર્ચ, ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રી ડેશબોર્ડ પર આ અંગે રજૂઆત કરી હતી. તેના જવાબમાં ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પત્ર પાઠવી પ્રોજેક્ટની સ્થિતિ અંગે માહિતી આપી છે ૩૭.૪ કિમીના માર્ગ માટે જોબ નંબર ફાળવાયો છેવિભાગના પત્ર મુજબ, કિલ્લા-પારડીથી નાસિક તરફ જતા નેશનલ હાઈવે-૮૪૮ને ફોરલેન કરવા માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ઉચ્ચ કક્ષાઍથી મંજૂરી આપવામાં આવી છે. કિલોમીટર ૦/૦૦૦થી ૩૭/૪૦૦ સુધીના માર્ગ માટે જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. હાલમાં જમીન સંપાદનની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.
પ્રિ-કન્સ્ટ્રક્શન કામગીરી પૂર્ણ થયા બાદ ફોરલેન માર્ગનું કામ શરૂ કરવામાં આવશે તેમ પત્રમાં જણાવાયું છે વધુમાં, કિલોમીટર ૩૭/૪૦૦થી ૬૬/૭૦૦ સુધીના માર્ગ માટે ડીપીઆર અંતર્ગત પથરેખાની મંજૂરીની પ્રક્રિયા ચાલુ હોવાનું પણ વિભાગે જણાવ્યું છે. કુંભઘાટ અને માંડવા-જોગવેલના ઢાળ પહોળા કરવાની માંગ કરી છે બી. ઍન. જોષીઍ કુંભઘાટ તથા માંડવા-જોગવેલના ઢાળને બંને બાજુ ચાર-ચાર ફૂટ પહોળા કરવાની માંગ પણ રજૂઆતમાં કરી હતી.
આ વિસ્તારોમાં માર્ગની સ્થિતિ સુધરે અને વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળે તે હેતુથી રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી ડેશબોર્ડ પર કરાયેલી રજૂઆતના આશરે ૧૮ મહિના બાદ વિભાગનો જવાબ મળતાં હવે માર્ગના કામ અંગે આગળની કાર્યવાહી પર સ્થાનિક લોકોની નજર રહેશે. જોકે, ઢાળ પહોળા કરવાની કામગીરી માટે અલગથી કઈ મંજૂરી આપવામાં આવી છે અને કામ ક્યારે શરૂ થશે તે અંગે પત્રમાં સ્પષ્ટ સમયમર્યાદા દર્શાવવામાં આવી નથી જમીન સંપાદન અને પ્રિ-કન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ થયા બાદ ફોરલેન માર્ગનું નિર્માણ શરૂ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તો કપરાડા સહિત આસપાસના વિસ્તારોના વાહનચાલકોને માર્ગ સલામતી અને અવરજવરમાં રાહત મળવાની શક્યતા છે.
