Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

વાપીના પીઢ તબીબ ડો. ઉપેન્દ્રભાઈ દેસાઈનું નિધન

વાપીના પીઢ તબીબ ડો. ઉપેન્દ્રભાઈ દેસાઈનું નિધન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપીમાં છેલ્લા ૬ દાયકાથી તબીબી ક્ષેત્રે અવિરત સેવા આપનાર પીઢ અને જાણીતા તબીબ તેમજ વાપી સિનિયર સિટીઝન કાઉન્સીલના પ્રથમ પ્રમુખ ડો. ઉપેન્દ્રભાઈ ખંડુભાઈ દેસાઈ ઉ.વ. ૯૧ નું આજે સવારે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી વાપીના તબીબી આલમ અને નગરજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમની અંતિમયાત્રા તા. ૨૭-૧૦-૨૬ ના રોજ બપોરે ૨ કલાકે  અજીતનગર સોસાયટી, વાપીથી નીકળી યુ.પી.ઍલ. મુક્તિધામ, ઍન.ઍચ.૪૮, જી.આઈ.ડી.સી., વાપી ખાતે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં તબીબો, અનાવિલ સમાજ તેમજ વિવિધ સમાજના અગ્રણીઅો અને સિનિયર સીટીઝન કાઉન્સીલના સભ્યો તેમજ તેમના સ્નેહીઓ જોડાયા હતા. ડો. ઉપેન્દ્ર દેસાઈ મૂળ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેસ્માગામના વતની હતાં. તેઅો વાપી ગ્રામ પંચાયતના સમયથી વાપીના મુખ્ય બજારમાં તેમના કલીનીક પર તબીબી સેવા આપતા  હતા. ડો. ઉપેન્દ્ર દેસાઈઍ પોતાના લાંબા તબીબી કાર્યકાળ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓની સેવા કરી હતી અને વાપીના લોકોના ફેમિલી ડોક્ટર તરીકે આગવી ઓળખ ઉભી કરી હતી. તેમના જૈફ વયે નિધનથી વાપીઍ વધુ ઍક પીઢ, અનુભવી અને સેવાભાવી તબીબની ખોટ સહન કરવી પડશે. તેમના મોટા દિકરા ડો. ચેતન દેસાઈ વાપીમાં દવાખાનુ ચલાવે છે જયારે મોટા પુત્ર જતિન દેસાઈ મહારાષ્ટ્ર ખાતે સ્થાયી થયા છે.