Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

વાપી નોટિફાઈડના યુવા ફાયરમેનનું હાર્ટ ઍટેકથી નિધન

વાપી નોટિફાઈડના યુવા ફાયરમેનનું હાર્ટ ઍટેકથી નિધન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી જીઆઈડીસી નોટિફાઈડ ફાયર સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા લીડિંગ ફાયરમેન ગામીત વિરેન્દ્રકુમાર ચીમનભાઈ ઉ.વ. ૩૦ નું હાર્ટ ઍટેક આવતા દુઃખદ અવસાન થયું છે.
મૂળ વાંસદા તાલુકાના કુરેલીયા ગામના વતની વિરેન્દ્રકુમાર હાલ વાપી નોટિફાઈડ ફાયર સ્ટેશનના ક્વાર્ટરમાં પરિવાર સાથે રહેતા હતા.
પ્રા માહિતી મુજબ ગત તા. ૨૪-૧૦-૨૦૨૬, શનિવારના રોજ તેઓ સ્નાન કરી રહ્ના હતા તે સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તેમને સેલવાસની નમો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ તરત જ જવાનના પરિવારને કરવામાં આવી હતી. યુવાન વયે ફાયર જવાનના અવસાનથી ફાયર વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે. વાપી નોટિફાઈડ ફાયર સ્ટેશનના સ્ટાફ દ્વારા દિવંગત જવાનને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.