Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

ચીખલીના વેપારીને ખોટી જમીનો બતાવી રકમ પડાવી લેનાર સામે ફરિયાદ

ચીખલીના વેપારીને ખોટી જમીનો બતાવી રકમ પડાવી લેનાર સામે ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૭ ઃ ચીખલીના જુના વલસાડ રોડ ખાતે આવેલ વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા શંકર શ્યામ ભોઈ જેઓ ઘણા લાંબા સમયથી શાકભાજીનો અને બેકરીનો વ્યવસાય કરતા હોય દરમ્યાન આજથી ઍકાદ વર્ષ પહેલા તેમની બેકરીની દુકાન ઉપર બેસતી દીકરી ઉર્વશી પાસે વારંવાર ઝુબેર ઈકબાલ મેમણ રહે. દિવાન ફળિયા અંભેટા તા. ગણદેવીના ઍ જણાવેલ કે મારું જમીન લે વેચનું કામકાજ છે તમારે જમીન લેવી હોય તો કહેજો મારી પાસે થાલા ગામમાં મારા સગા ની જમીન છે અને તેનો વહેવાર કરવાનો પાવર મને આપેલ છે તેમ જણાવી ઉર્વશીના પિતા શંકર ભોઈ સાથે વાતચીત કરી તેઓને લાપી લોઝ પીઝાની દુકાન પાસે આવેલ જમીન બતાવેલ અને જમીનની કિંમત રૂપિયા ૧.૧૦ કરોડના વેચાણથી આપવાની હોય તેમ જણાવી ચીખલી સાંઇ ડેરીની સામે આવેલ ઍન્જલ મેન્સવેર નામની દીલીટ નટુ રાજપુત (પરમાર) ની દુકાને લઈ જઈ ફરિયાદી શંકર ભોઈ તેમજ ઝુબેર મેમણ અને દિલીપ રાજપૂતે થાલા ગામે આવેલ બ્લોક સર્વે નંબર ૪૧૮ વાળી બિન ખેતીની જમીન તથા બ્લોક સર્વે નંબર ૪૪૦ વાળી ખેતીની જમીનની ૭/૧૨ ની નકલ બતાવી હતી જે મહમદ ઈબ્રાહીમ પટેલ ના નામે હોય આ જમીન મારા સગાની હોય જેઓને હમણાં પૈસાની જરૂર હોય તેમ જણાવી ફરિયાદી શંકર ભોઈ પાસેથી રોકડ તથા ચેક થી રૂપિયા ૫૮ લાખ જેટલી માતબર રકમ લઈ તેઓને બનાવટી દસ્તાવેજ આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા તેમજ ફરિયાદી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતા ઝુબેર ઈકબાલ મેમણ રહે. અંભેટા દિવાન ફળિયા તા. ગણદેવી તેમજ દિલીપ નટુ રાજપુત રહે. ચીખલી થાલા વિમલ ગેસ્ટ હાઉસની બાજુમાં તા. ચીખલીના ઓઍ ફરિયાદી શંકર ભોઈને જાનથી મારી નાખવાની તેમજ પરિવારને ગાયબ કરી દેવાની અને જીવતા નહીં છોડીશું અને આ પૈસાની કોઈને વાત કરશો તો બધાને જાનથી મારી નાખીશું જે બાબતની ધમકી આપતા સદર ઘટનાની ફરિયાદ શંકરભાઈઍ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચીખલી પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.