Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

ખેરડીનાં નહેરમાં પ્રદૂષિત પાણી છોડતી કંપનીને પંચાયતની નોટીસ

ખેરડીનાં નહેરમાં પ્રદૂષિત પાણી છોડતી કંપનીને પંચાયતની નોટીસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૭ ઃ દાદરા અને નગર હવેલીના ખેરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં નહેરમાં ગંદુ પાણી છોડવાના મામલે ગ્રામ પંચાયત દ્વારા ણ્ભ્ઘ્ન્ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. પંચાયતે કંપનીને ભવિષ્યમાં ખુલ્લામાં અથવા નિયમોની વિરુદ્ધ ગંદુ પાણી ન છોડવા અને તેના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા સૂચના આપી છે.
૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે કંપની દ્વારા નહેરમાં છોડવામાં આવેલું ગંદુ પાણી પંચાયતના ધ્યાન પર આવ્યું છે. આ પ્રકારની બેદરકારીનું પુનરાવર્તન થશે તો નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે. આ મામલે સ્થાનિક સ્તરે જળ પ્રદૂષણ તથા પશુ-પક્ષીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોઍ નહેરના પાણીના નમૂના લઈ તેની તપાસ કરાવવા તેમજ વિસ્તારમાં કાર્યરત અન્ય કંપનીઓ દ્વારા થતા કચરા અને ગંદા પાણીના નિકાલની પણ તપાસ કરવાની માગ કરી છે. જોકે, નહેરના પાણીમાં રાસાયણિક પદાર્થોની હાજરી અને પ્રદૂષણની ગંભીરતાની સત્તાવાર પુષ્ટિ પાણીના નમૂનાઓની તપાસ બાદ જ થઈ શકશે. હવે સંબંધિત વિભાગો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.