Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

તા. ૧ થી ૭ નવે. સુધી ઔરંગા બ્રિજ રાત્રે બંધ

તા. ૧ થી ૭ નવે. સુધી  ઔરંગા બ્રિજ રાત્રે બંધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વલસાડ, તા. ૨૭ ઃ  વલસાડ શહેર ના  કૈલાશ રોડ  પર આવેલી  ઔરંગા નદી પરના બ્રિજ પર ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનચાલકોની સલામતી માટે ટ્રાફિક પ્રતિબંધ અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ - ૦૧/૧૧/૨૦૨૬ થી ૦૭/૧૧/૨૦૨૬  દિવસ દરમિયાન દરરોજ રાત્રે ૦૯ઃ૦૦ વાગ્યાથી સવારે ૦૬ઃ૦૦ વાગ્યા સુધી.  કૈલાસ રોડ સ્મશાન ભૂમિથી વેજલપોર ગ્રામ પંચાયતના ગેટ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતા તમામ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. કામગીરી દરમિયાન નાગરિકોને પડનારી અસુવિધા બદલ સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.