Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

ભીલાડમાં રૂ. ૫.૪૩ કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું

ભીલાડમાં રૂ. ૫.૪૩ કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રોહીબિશનના ગુનામાં જ કરેલ કુલ રૂ. ૫ કરોડથી વધુના દારૂના જથ્થાને આજે તા.૨૭/૧૦/૨૦૨૬ ના રોજ ભીલાડ આરટીઓ શેડ પોસ્ટ ખાતે પ્રાંત અધિકારી વલસાડ વિભાગ, પારડી વિભાગ, ધરમપુર વિભાગ તથા વિભાગીય પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ, વાપી વિભાગ, ધરમપુર વિભાગ તથા ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વિભાગ વલસાડ તેમજ જિલ્લાના તમામ થાણા અધિકારી ઓની ઉપસ્થિતિમાં  નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થામાં પારડી સબ ડિવિઝનના પારડી, વાપી ટાઉન, વાપી ઉદ્યોગનગર, વાપી ડુંગરા, ભીલાડ, ઉમરગામ, મરીન ઉમરગામ, વાપી રેલ્વે અને સરીગામ પોલીસ સ્ટેશનની કુલ ૧,૩૯,૫૬૭ બોટલ કિંમત રૂ.૩,૪૬,૬૮,૭૫૪ અને વલસાડ તથા ધરમપુર સબ ડિવિઝનના ધરમપુર, નાનાપોંઢા, કપરાડા, વલસાડ સીટી, વલસાડ રૂરલ, ડુંગરી અને વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનની કુલ ૮૩,૬૭૮ બોટલ મળી કુલ રૂ. ૧,૯૬,૩૮,૦૯૦ની કિંમતનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.આ કામગીરીમાં પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ ઍ.કે. વર્મા, મદદનીશ પોલીસ અધિક્ષક ધરમપુર ડો.સંદિપ ડી. (ત્ભ્લ્), ના.પો.અધિ. વાપી વિભાગ બી.ઍન. દવે, પ્રાંત અધિકારીઓ વિમલ પટેલ, ઍન.સી. પટેલ, ડી.રીષિકા આઠમા, ઍક્સાઈઝ નશાબંધી અધિકારી ઍન.આર. વસાવે સહિત જિલ્લાના તમામ થાણા અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.