નાનાપોંઢા તાલુકા કોંગ્રેસના નવા સુકાની તરીકે ગિરીશ પટેલની વરણી
- byDamanganga Times
- 26 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૫ ઃ નાનાપોંઢા તાલુકા કોંગ્રેસમાં પ્રમુખ પદને લઈને ચાલી રહેલા આંતરિક વિવાદનો શનિવારે અંત આવ્યો હતો. કોંગ્રેસના બહુમતી કાર્યકરો, આગેવાનો અને સભ્યોના સમર્થનથી યુવા આગેવાન ગિરીશ પટેલની તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ નિર્ણયથી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અગાઉના પ્રમુખ હરેશ પટેલની ઓછી સક્રિયતાને લઈને છેલ્લા પાંચ વર્ષથી કાર્યકરોમાં નારાજગી હોવાની ચર્ચા હતી.
પ્રમુખપદે પરિવર્તનની માગ વચ્ચે શનિવારે નાનાપોંઢા ખાતે કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ અને ઉપ-પ્રમુખ ગેરહાજર રહ્ના હતા. જોકે, પીઢ આગેવાનો, માજી અને વર્તમાન સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યોઍ ગિરીશ પટેલના નામને સમર્થન આપતાં તેમની વરણીનો માર્ગ મોકળો થયો હતો.
તાલુકા પંચાયતનાં સભ્ય કુંજાલીબેન પટેલે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. જ્યારે નવનિયુક્ત પ્રમુખ ગિરીશ પટેલે આગામી સરપંચ અને વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને વિજય અપાવવા માટે સંગઠિત પ્રયાસો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
