પેંણધા પ્રા. શાળામાં સુમિત્રાબેન બિરારીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
- byDamanganga Times
- 26 October, 2026
ધરમપુર, તા. ૨૫ ઃ ધરમપુર તાલુકાના પેંણધા પ્રાથમિક શાળામાં સુમિત્રાબેન ઍમ. બિરારીની નિવૃત્તિ સન્માન સમારોહ ઍક અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. નિવૃત્તિના આ પ્રસંગને યાદગાર બનાવતાં સુમિત્રાબેને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપ્યો હતો. -પ્રકૃતિના ઉછેર, જતન અને કાળજીના હેતુથી શાળાનાં બાળકો, સ્ટાફ પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગામના વડીલો તેમજ કેન્દ્રની શાળાઓને યાદગીરીરૂપે કેસર આંબાની કલમો ભેટ આપવામાં આવી હતી. આ અનોખી ભેટ દ્વારા તેમણે વૃક્ષારોપણ અને પ્રકૃતિ સંવર્ધનનું મહત્ત્વ સમજાવવાનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો હતો.પેંણધા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સુમિત્રાબેન ઍમ. બિરારીને નિવૃત્ત જીવનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. નિવૃતિ સન્માન સમારોહને યાદગાર બનાવવા રેખા કેદારિયા, તૃ પટેલ, દઢાવ, પ્રાબેન, સુમિત્રા બિરારી, પ્રકાશ મહાલ્સ, જિતેશ પટેલ, તૃ પટેલ, તુષાર પટેલ, પ્રીતિ ચૌધરી, સી. ઍમ. પટેલ, હિતેન્દ્રકુમાર માયાવંશી, મહેન્દ્ર ચૌધરી, વિરલ પટેલ અને શૈલેષ પટેલ સહિતની કામગીરી પ્રસશનીય રહી હતી.
