ગાંધીનગરમાં આશ્રમશાળાઓના વર્ષો જૂના પડતર પ્રશ્નો અંગે બેઠક મળી
- byDamanganga Times
- 26 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા.તા.૨૫ ઃ આજરોજ ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા સંયુક્ત સચિવ અને નાયબ કમિશનર સાથે ગાંધીનગર ખાતે ઍક મહત્વ ની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની આશ્રમશાળાઓના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિસ્તૃત અને સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગૃહપતિ/ગૃહમાતાની જોગવાઈ અંગે, રૂ. ૪૨૦૦ના ગ્રેડ પે અંગે, વર્ગ-૪ના કર્મચારીઓની ભરતી અંગે, ઞ્ભ્જ્, જૂથ વીમો, ન્વ્ઘ્ અને બદલીના પ્રશ્નો અંગે તથા આચાર્યની જગ્યા અને બઢતી અંગેના મહત્ત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી.
લગભગ બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ વિસ્તૃત બેઠક દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રશ્નો અંગે હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું. આશ્રમશાળાના કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા તથા વર્ષોથી પડતર પ્રશ્નોના ન્યાયસંગત ઉકેલ માટે ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ સતત પ્રયત્નશીલ રહેશે. કર્મચારીઓના હકો અને હિતો માટે સંઘ પોતાની રજૂઆત અને લડત અવિરત ચાલુ રાખશે. આ બેઠકમાં રાજ્ય સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને સલાહકાર નરસિંહભાઈ મહિડા, કાર્યકારી પ્રમુખ યોગેશભાઈ પટેલ, મહામંત્રી રસિકભાઈ ચૌધરી તથા દરેક જિલ્લાના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા.
