Damanganga Times.

Damanganga Times.

October 26, 2026

કપરાડામાં ગ્રામ પંચાયત બેઠકોનું રોટેશન જાહેર

કપરાડામાં ગ્રામ પંચાયત  બેઠકોનું રોટેશન જાહેર


 ગુજરાત રાજ્ય માં વિવિધ જિલ્લાઓની અસંખ્ય ગ્રામ પંચાયત ની મુદ્દત આગામી  ડિસેમ્બર માં પૂર્ણ થતી હોય છે. જે અંગે સંબધિત તંત્ર દ્વારા સામાન્ય / મહિલા અનામત વગેરે ની રોટેશેન યાદી પ્રસિદ્ધ કરવા માં આવી રહી છે. ત્યારે મુરતિયાઓ માં  ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. ત્યારે  વલસાડ જિલ્લા ના આંતરિયા ના કપરાડા તાલુકા માં રોટેશન યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે .જે ને લઈ વિવિધ પક્ષો ના સમર્થિત મુરતિયાઓ માં દોડ ધામ વધી ગઈ છે. અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્ના છે. જેમાં કપરાડા ૬૯ ગ્રામ પંચાયત પૈકી ૫૦ ટકા મહિલા અનામત ના સરકાર ના ફોર્મ્યુલા ને લઈ ૩૫ ગ્રામ પંચાયત પર અનુસૂચિત આદિજાતિ ( ઍસ. ટી) મહિલા અનામત અને ૩૪ ગ્રામ પંચાયત સામાન્ય  રોટેશન યાદી પ્રસિદ્ધ કરવા માં આવી હતી. જેમાં મહિલા અનામત  ગ્રામ પંચાયતમાં આસલોણા જૂથ, અસ્ટોલ , બુરલા, દાબખલ,દહીખેડ , ઍકલેરા, ફતેપુર, ઘાડવી, જૂથ, ઘાણવેરી જૂથ, ઘોટણ, ગિરનારા, હેદલબારી જૂથ,  જમગભાણ, કરચોંડ,કુકુનિયા લિખવડ, મેણધા, મોટીર . નાનીપલસાણ, નારવડ જૂથ, નીલોસી , પેંઢરદેવી, પીપરોણી, રોહિયાળ જંગલ ,  રોહિયાળ તલાટ , સરવરટાંટી જૂથ, સુથારપાડા જૂથ, તેરીચીખલી, તસ્કરી જંગલ , ટુકવાડા જૂથ, ઉમળી જૂથ , વાડધા જૂથ, વારોલી જંગલ, વરવઠ અને વાવર  ગ્રામ પંચાયત બેઠકો પર ઍસ.ટી મહિલા અનામત  રાખવા માં આવી છે . જ્યારે ૩૪ જેટલી ગ્રામ પંચાયત બેઠકો સામાન્ય રાખવા માં આવી છે જેમાં આંબાજંગલ જૂથ , બારપુડા જૂથ, ભવાડા જાગીરી, બોરપાડા જૂથ , બુરવડ, ચાંદવેગણ, ચાવશાળા, ચેપા, દીક્ષલ, દિવસી, ફળી,  હૂંડા,  કપરાડા જૂથ, કરજુન, ખડકવાળ, મધુબન, માલઘર, માલુદર, માલુંગી જૂથ, માની જૂથ, માતુનિયા,  મેઘવાળ,  નાંદગામ,  પાંચવેરા જૂથ, પીપલસેત, રાહોર જૂથ , સાહુડા, શિલ્ધા, સુલિયા, ટીટુમાળ , વાડી જૂથ, વડોલી, વાલવેરી જૂથ , વેરીભાવાડા અને વિરક્ષેત્ર ગ્રામ પંચાયત બેઠકો નો સમાવેશ થાય છે. આમ કપરાડા તાલુકા ની ૬૯ જેટલી   ગ્રામ પંચાયત  મહિલા અનામત અને સામાન્ય બેઠક નું રોટેશન યાદી પ્રસિદ્ધ થતા ની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહી છે. ઍક જાણકારી મુજબ ગ્રામ પંચાયત  ના વોર્ડ પ્રમાણે રોટેશન યાદી પ્રસિદ્ધ થઈ નથી જે ને લઈ ઉત્સાહી  મુરતિયાઓ માં દુવિધા જોવા મળી રહી છે.       ઉલ્લેખનીય છે. કપરાડા તાલુકા ની ગ્રામ પંચાયત ની રોટેશન યાદી પ્રસિદ્ધ થતા મહિલા અનામત અને સામાન્ય બેઠક અંગે નું ચિત્ર સ્પષ્ટ ચૂક્યું છે. જ્યારે નવ નિયુક્ત નાનાપોંઢા તાલુકા ની ગ્રામ પંચાયતો ની રોટેશન યાદી પ્રસિદ્ધ થઈ નથી જે ને લઈ  મુરતિયાઓ માં ભારે ઉત્સાહ સાથે રાહ જોવાઈ રહી હોવાનું જાણવા મળી રહ્નાં છે.
   આમ ગુજરાત રાજ્ય માં સંભવિત ફેબ્રુઆરી કે ઍપ્રિલ સુધી  મા ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ યોજાશે ની વકી ને લઈ દાવેદારો દ્વારા ભારે ચહલ પહલ જોવા મળી રહી છે.  જેમાં કપરાડા - નાનાપોંઢા તાલુકા માં પણ આવનાર ગ્રામ પંચાયત ની ને લઈ દાવેદારોમાં દોડ ધામ વધી ગઈ હોવાનું જોવા મળે છે.