Damanganga Times.

Damanganga Times.

October 26, 2026

નાનાપોંઢામાં ‘આપ’ની જનસભા યોજાઈ

નાનાપોંઢામાં ‘આપ’ની જનસભા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૫ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામથી શનિવારે આમ આદમી પાર્ટી દ્વારા ‘આદિવાસી ન્યાય યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખ્ખ્ભ્ના ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના અધિકારોના રક્ષણના હેતુથી શરૂ થયેલી આ યાત્રાના પ્રથમ દિવસે નાનાપોંઢાના બિરસા મુંડા ચોક ખાતે જનસભા યોજાઈ હતી. જનસભામાં ચૈતર વસાવાનાં પત્ની વર્ષાબેન વસાવા, શકુંતલાબેન વસાવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
  વર્ષાબેન વસાવાઍ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે અવાજ ઉઠાવવો ઍ તેમનો બંધારણીય હક્ક છે. તેમણે સરકાર પર આદિવાસીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ખ્ખ્ભ્ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીઍ વિકાસના નામે થતી રાજનીતિ સામે સવાલો ઉઠાવતાં આદિવાસી વિસ્તારોમાં હજુ પણ અનેક પાયાના પ્રશ્નો યથાવત હોવાનો આક્ષેપ કર્યો હતો. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાઍ પણ વલસાડ જિલ્લામાં રસ્તા, પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓને લગતી સમસ્યાઓ હજુ ઉકેલાઈ ન હોવાની વાત રજૂ કરી હતી.
આદિવાસી ન્યાય યાત્રા રાજ્યના ૧૪ આદિવાસી બહુલ જિલ્લાઓમાં ફરીને અંબાજી પહોંચશે. ત્યારબાદ આગામી ૪ નવેમ્બરે ગાંધીનગર ખાતે વિશાળ આદિવાસી મહાસંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.