Damanganga Times.

Damanganga Times.

October 27, 2026

વાપીની સોસાયટીના બંધ બંગલામાં રૂ. ૩૨ લાખની મત્તા ચોરાઈ

વાપીની સોસાયટીના બંધ બંગલામાં રૂ. ૩૨ લાખની મત્તા ચોરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વ્રજ કો-ઓ-હાઉસિંગ સોસાયટીમાં ગઈ કાલે મોડી સાંજે બંગલાનું તાળું તોડીને અજાણ્યા ચોર મોટી ચોરી કરીને ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગેની ફરિયાદ અજયકુમાર ભગવાનદાસ દોશી (ઉ.વ. ૬૧) ઍ નોંધાવી છે. તેઓ મૂળ પોરબંદરના વતની છે અને હાલ વાપી જીઆઇડીસીમાં છરવાડા રોડ પર આવેલા વ્રજ રો-હાઉસના બંગલો નં. ઇ/૪ માં રહે છે. ફરિયાદ મુજબ, ગઈ કાલે તા. ૨૪/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૬ઃ૪૫ થી રાત્રે ૯ઃ૩૦ વાગ્યા દરમિયાન બંગલો બંધ હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા ચોરે ઘરના પહેલા માળે આવેલા બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ અને લાકડાની બારી કોઈ સાધન વડે તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
ચોર બેડરૂમના કબાટમાં રાખેલા અલગ-અલગ સોનાના દાગીના જેનું વજન આશરે ૧૪૨.૬૧ ગ્રામ, ચાંદી જેનું વજન આશરે ૫૦૦ ગ્રામ અને રોકડા રૂપિયા ૧૨ લાખ મળી કુલ રૂ. ૩૨,૬૪,૪૮૨/- નો મુદ્દામાલ ચોરી કરીને નાશી છૂટ્યા હતા.
 આજે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર  ઍલ.જી. વળવી કરી રહ્ના છે.