Damanganga Times.

Damanganga Times.

October 26, 2026

દીપડી વર્ષ બાદ ફરી પાંજરે પુરાઈ

દીપડી વર્ષ બાદ ફરી પાંજરે પુરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૫ ઃ ચીખલી તાલુકાના કલીયારી ગામના દાદરી ફળિયા ખાતે આનંદભાઈ અરવિંદભાઈ પટેલ ની વાડીમાં ચીખલી વન વિભાગ દ્વારા ઍક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જે પાંજરામાં શનિવારે વહેલી સવારે ઍક અઢી વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશોમાં રાહત થવા પામી છે વન વિભાગના પાંજરે પુરાયેલી અઢી વર્ષની દીપડી જે ઍક વર્ષ અગાઉ ચિતાલી ગામેથી પકડાઈ હતી આ દીપડી ઉપર ચીપ ફીટ કરતા જે ચીપના આધારે ઍક વર્ષ અગાઉ દીપડી પકડાયેલ હોવાનું જાણી શકાયું હતું.