કેરળથી ડ્રગ્સ ડિ-ઍડિક્શનનો સંદેશ લઈને બાઈક રેલી દમણ પહોંચી
- byDamanganga Times
- 26 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૫ ઃ ડ્રગ્સ-મુક્ત સમાજ બનાવવા અને યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ઓલ ઈન્ડિયા નેશનલ મોટરસાઈકલ રેલી દમણ પહોંચી હતી. રાષ્ટ્રીય ઍકતા દિવસ ૨૦૨૬ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત, આ રેલી કેરળના તિરુવનંતપુરમથી શરૂ થઈ હતી. દમણ પહોંચ્યા પછી, બડી દમણના લાઇટહાઉસ કોમ્પ્લેક્સ ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન, ડીઆઈજી સંતોષ મીણા, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ) ઍ પોલીસ કર્મચારીઓ અને હાજર અન્ય લોકોને ડ્રગ્સ ડિ-ઍડિક્શનના શપથ લેવડાવ્યા હતાં. આ રેલીમાં તમિલનાડુ, ગોવા, લક્ષદ્વીપ અને મહારાષ્ટ્ર સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ કર્મચારીઓ ભાગ લઈ રહ્ના છે. દમણ પોલીસના છ નવા કર્મચારીઓ પણ રેલીમાં જોડાયા હતા. કાર્યક્રમમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડીઆઈજી સંતોષ મીણાઍ ગુજરાત તરફ રેલીને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક કેતન બંસલ, કુમાર જ્ઞાનેશ, નાયબ કલેક્ટર આરતી અગ્રવાલ, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્ના હતા.
