Damanganga Times.

Damanganga Times.

October 24, 2026

ચલાની પી.ઍમ.શ્રી મુખ્ય શાળાના વિદ્યાર્થીઅો ખોખો સ્પર્ધામાં ઝળકયા

ચલાની પી.ઍમ.શ્રી મુખ્ય શાળાના વિદ્યાર્થીઅો ખોખો સ્પર્ધામાં ઝળકયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ ૧૯/૧૦/૨૦૨૬ના રોજ યોજાયેલી વાપી મહાનગરપાલિકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં પી.ઍમ. શ્રી ચલા મુખ્ય શાળાના ખેલાડીઓઍ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.
જેમાં શ્-૧૭ બોયઝ ટીમે શાનદાર રમતકૌશલ્ય દર્શાવી ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો અને ટીમના ૬ ખેલાડીઓની રાજ્યકક્ષા માટે પસંદગી થઈ હતી.
જ્યારે શ્-૧૪ ગર્લ્સ ટીમ તથા શ્-૧૭ ગર્લ્સ ટીમે ઉપવિજેતા બનીને પ્રશંસનીય સિદ્ધિ મેળવી હતી. બંને ગર્લ્સ ટીમમાંથી ૪-૪ ખેલાડીઓની રાજ્યકક્ષા માટે પસંદગી થતાં શાળામાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ખેલાડીઓના ઉત્સાહ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે શાળા દ્વારા હેલ્ધી ફ્રૂટ્સ ડિશ આપવામાં આવી હતી.
શાળા પરિવાર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ખેલાડીઓ રાજ્યકક્ષાઍ પણ પોતાની રમતનું શ્રેષ્ઠ કૌશલ્ય દર્શાવીને શાળા તથા વિસ્તારનું નામ રોશન કરશે.