વાપીના સ્વદેશી મેળામાં ૭૭ સ્ટોલ અને ૧૨ ફૂડ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે
- byDamanganga Times
- 24 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપી મહાનગરપાલિકા અને ગુજરાત આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે વાપીના અજીતનગર, ચલા ખાતે આગામી તા. ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ૧૦ દિવસીય ‘સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)’નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧થી રાત્રે ૧૧ વાગ્યા સુધી યોજાનારા આ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
નાણામંત્રી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ મેળામાં કુલ ૭૭ સ્ટોલ અને ૧૨ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે. સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વ્યવસાયકારોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા સાથે નાના બાળકો માટે રાઇડ્સ, દેશી રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સ્વરોજગારીની તકો વધારવા અને ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને સાકાર કરવાનો છે. વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી (ત્ખ્લ્)ઍ નગરજનોને મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો અને વ્યવસાયકારોને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.
