Damanganga Times.

Damanganga Times.

October 24, 2026

છીરીમાં મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાયો

છીરીમાં મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને નાથવા પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલા સઘન અભિયાન અંતર્ગત વાપીના છીરી વિસ્તારમાં મોટી સફળતા મળી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે નાર્કોટિક્સ વિભાગ અને સ્થાનિક પોલીસે ઍસ.પી. યુવરાજસિંહ જાડેજા અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવેના માર્ગદર્શન હેઠળ છીરી સહિતના વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન મોટી માત્રામાં નશીલો પદાર્થનો જથ્થો હાથ લાગ્યો છે અને કેટલાક ઈસમોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પકડાયેલ જથ્થો કેટલો છે અને કોની ધરપકડ થઈ છે તે અંગેની સત્તાવાર વિગતો સામે આવી નથી. આ અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા શનિવારે પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.