વલસાડમાં કુરિયરના નામે માલવેર ડાઉનલોડ કરાવી ‘સી મેન’ના રૂ. ૪.૬૪ લાખ પડાવ્યા
- byDamanganga Times
- 24 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ શહેરના કોસંબા રોડ પર આવેલ રાજશ્રીનગર સોસાયટીમાં રહેતા સિ મેન નો કુરિયરની ડીલેવરી મેળવવાના બહાને રૂ. ૪.૬૪ લાખનો સાયબર ફ્રોડ કરવામાં આવતા તેમણે સાઇબરમાં ફરિયાદ નોંધાવી છે. દિવાળીના તહેવારો અને ઓનલાઇન શોપિંગ ના આજના જમાનામાં જગ્યાઓ અવનવી તરકીબો અજમાવી ગ્રાહકોના ખાતા ખાલી કરી રહ્ના છે. ત્યારે આવો જ કિસ્સો વલસાડના કોસંબા રોડ પર આવેલ રાજશ્રીનગર સોસાયટીમાં રહેતા અને છેલ્લા ૧૮ વર્ષથી ‘સી મૅન’ તરીકે નોકરી કરતા રામકૃષ્ણ ગોવિંદભાઈ ટંડેલ (ઉ.વ. ૩૮) રહે છે.
ગત તા. ૧૫/૦૯/૨૦૨૬ ના રોજ બપોરના ૧૨ઃ૩૦ કલાકે રામકૃષ્ણ ટંડેલ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન જહાજ પર નોકરી કરતા તેમના કાકાના દિકરા પરીક્ષિત ટંડેલે ફોન કરીને જણાવેલ કે, તેણે દિલ્હીથી કુરિયર મારફતે ઓનલાઈન ઍક સાયકલ મંગાવી હતી. કુરિયર ટ્રેકિંગ મુજબ સાયકલ વલસાડ આવી ગઈ હોવાનું દર્શાવતું હતું. પરીક્ષિતે સાયકલ કુરિયર ઓફિસેથી મેળવી લેવા વિનંતી કરી હતી. વલસાડમાં કુરિયરની ઓફિસ ક્યાં આવેલી છે તેની જાણ ન હોવાથી ફરીયાદી રામકૃષ્ણભાઈઍ ગૂગલ (ઞ્ંંશ્રિંફૂ) પર ઝ઼ચ્ન્ણ્ત્સ્ચ્ય્ળ્ કુરિયરનો કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો. જ્યાંથી તેમને મોબાઈલ ન મળ્યો હતો.ફરીયાદીઍ કસ્ટમર કેરના મળેલા નંબર પર ફોન કરતા સામેથી હિન્દીમાં વાતચીત કરતી અજાણી વ્યક્તિઍ કુરિયર ટ્રેકિંગનો સ્ક્રીનશોટ વોટ્સઍપ પર મોકલવા કહ્નાં હતું. સાથે જ, કુરિયર ડિલિવરી માટે ઍક ફાઈલ મોકલી તેમાં વિગતો ભરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા નંબરેથી વોટ્સઍપ પર ઘ્્યસ્ન્દ્દૃંફૂશ્વ લ્્યષ્ટષ્ટંશ્વદ્દ સ્૧.ર્ીષ્ટત્ત્ નામની ઍપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. ફરીયાદીઍ આ ફાઈલ ડાઉનલોડ કરી પોતાના ઈમેલ આઈડીની વિગતો દર્શાવ્યા મુજબ દાખલ કરી હતી. સાયબર ભોપાલ બાજ ગઠિયાઓઍ આ થર્ડ પાર્ટી ખ્ભ્ધ્ ફાઈલ મારફતે ફરીયાદીના ફોન અને તેમાં રહેલી ભ્ત્ર્ંઁફૂભ્ફૂ ઍપ્લિકેશનનું ગુ ઍક્સેસ મેળવી લીધું હતું.
ગત તા. ૨૧/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે આશરે ૬ઃ ૦૦ વાગ્યે આડીઍફસી બેંક વલસાડ શાખામાંથી ફરીયાદીને ફોન આવ્યો હતો કે તેમના ઍકાઉન્ટમાંથી વારંવાર મોટા નાણાકીય ટ્રાન્ઝેક્શન થઈ રહ્ના છે. આ સાંભળી આડ્ઢર્યચકિત થયેલા ફરીયાદીઍ ફોનપે માં તપાસ કરતા તેમના બે બેંક ખાતામાંથી ત્ઝ઼ગ્ત્ બેંક ના ખાતામાંથી રૂ. ૨,૭૨,૪૪૯, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી ૧,૯૨,૨૪૮ મળી કુલ રૂ. ૪,૬૪,૬૯૭ જેટલી રકમ રવાના થઈ ચૂકી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં જ રામકૃષ્ણભાઈઍ તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી.
